રિપોર્ટ@ગુજરાત: CMને મળે એ પહેલાં 500થી વધુ લોકોની અટકાયત કરી
ગુજરાત પંચાયત વિભાગના આરોગ્યકર્મચારીઓએ પડતર માગણીઓને લઇને સરકાર સામે બાયો ચડાવી છે.
Mar 20, 2025, 18:47 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં અમુક બાબતોના કારણે હડતાળ જોવા મળતી હોય છે. ગુજરાત પંચાયત વિભાગના આરોગ્યકર્મચારીઓએ પડતર માગણીઓને લઇને સરકાર સામે બાયો ચડાવી છે.
17 માર્ચથી અચોકસ મુદતની હડતાળ પર ઊતરેલા આરોગ્યકર્મચારીઓ ગાંધીનગરમાં CMને મળવા પહોંચ્યા છે.
ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવાયું છે. કર્મચારીઓ વિધાનસભાનો ઘેરાવો કરી આંદોલન કરે એ પહેલાં ડામી દેવા માટે અટકાયત શરૂ થઈ ગઈ છે. અત્યારસુધીમાં 500થી વધુ લોકોની અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું છે.