ઘટના@મહેસાણા: GIDCમાં કચરાના ઢગલામાં આગ લાગતા નગરપાલિકાની ફાયર ટીમો દોડતી થઈ

પાણીનો મારો ચલાગી આગ બુઝાવી હતી.

 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

મહેસાણા જિલ્લામાં નાના મોટા આગના બનાવો સામે આવી રહ્યા છે.જેમાં બે દિવસ અગાઉ સદુથલા પાસે આવેલ એક કંપનીની બાજુમાં પડેલા કચરામાં આગની ઘટના સામે આવી હતી.ત્યારબાદ આજે મહેસાણા GIDC ફેસ 1 માં આવેલ હેલ્થ કેર કંપનીમાં કેમ્પસમાં પડેલ કચરાના આગની ઘટના સામે આવતા મહેસાણા નગરપાલિકાની ફાયર ટીમે આગ પર પાણીનો મારો ચલાગી આગ બુઝાવી હતી.

મહેસાણાના મોઢેરા રોડ પર આવેલ જી.આઈ.ડી.સી ફેસ-૧માં આવેલ કેમરીઝ હેલ્થ કેરના કેમ્પસમાં પડેલા કચરાના એકાએક આગની ઘટના આજે સામે આવી હતી.કચરાના ઢગલામાં આગ ફેલાતા ધુમાડા ના ગોટેગોટા જોવા મળ્યા હતાં.જોકે સમગ્ર મામલે સોલંકી જયરામ સિંહ વાધુજી એ મહેસાણા પાલિકાના ફાયર વિભાગને જાણ કરતા ફાયરની ટિમો ઘટના સ્થળે દોડી આવી હતી. પાલિકાની ફાયર ટીમે કચરામાં લાગેલ આગ પર 16000 લીટર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.