મર્ડર@અમદાવાદ: 2 લોકોની તલવારના ઘા ઝીંકીને જાહેરમાં હત્યા, જાણો સમગ્ર બનાવ

ડબલ મર્ડરની ચોંકાવનારી ઘટના 
 
મર્ડર@અમદાવાદ: 2 લોકોની તલવારના ઘા ઝીંકીને જાહેરમાં હત્યા, જાણો સમગ્ર બનાવ 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અવાર-નવાર મારામારીની કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. હાલમાં અમદાવાદથી એવી જ એક ઘટના સામે આવી છે.  અમદાવાદનાં ગોમતીપુરામાં ડબલ મર્ડરની ચોંકાવનારી ઘટના સામે આવી છે.

જેમાં જૂના ઝઘડાનું સમાધાન કરવાના બહાને બોલાવી બે લોકોની તલવારના ઘા ઝીંકીને જાહેરમાં જ હત્યા કરી દેવામાં આવી છે.

જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થઈ છે. પોલીસે હત્યારાને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.