મર્ડર@અમદાવાદ: ગ્રીન એકર બિલ્ડિંગ નજીક ધડ વગરનો મૃતદેહ મળતા આજુ બાજુના વિસ્તારમાં ચકચારી મચી

હત્યા કરીને કોઈએ મૃતદેહ નાખી દીધો હોવાની આશંકા
 
મર્ડર@અમદાવાદ: ગ્રીન એકર બિલ્ડિંગ નજીક ધડ વગરનો મૃતદેહ મળતા આજુ બાજુના વિસ્તારમાં ચકચારી મચી 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

છેલ્લા કેટલાક સમયથી અમદાવાદમાં પણ હત્યાની ઘટનાઓ સતત સામે આવી રહી છે. ત્યાં અમદાવાદમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. અમદાવાદના મકરબા- કોર્પોરેટ રોડ પર યુવકનો મૃતદેહ ધડ વગરનો મળ્યો છે. અમદાવાદના ગ્રીન એકર બિલ્ડિંગ નજીક ધડ વગરનો મૃતદેહ મળતા આજુ બાજુના વિસ્તારમાં ચકચારી મચી ગઈ છે.

યુવકની હત્યા કરીને કોઈએ મૃતદેહ નાખી દીધો હોવાની આશંકા છે. મૃતદેહ અઠવાડિયા કરતા વધુ સમયથી પડ્યો હોવાનું શક્યતા છે. તેમજ ઘટનાની જાણ થતા તાત્કાલિક FSLની ટીમે ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી છે.

તો બીજી તરફ અમદાવાદ જિલ્લાના કણભાના કુહા ગામમાં હત્યાનો બનાવ સામે આવ્યો હતો. કાંતીજી બારૈયા નામના વ્યક્તિ પર જેસીબી ચડાવી કરૂણ હત્યા નિપજાવી હતી. જેસીબી ચાલક અને અન્ય એક વ્યક્તિએ હુમલો કર્યો હતો. મહત્વનું છે કે કુહા ગામે ગૌચર જમીન પર ગેરકાયદે 1 જેસીબી, 3 ડમ્પર વડે રેતીનું ખનન થતું હતું. જેને લઈને ગ્રામજનોએ વિરોધ કર્યો હતો.જે બાદ મામલો બિચકતા જેસીબી ચાલક અને અન્ય એક વ્યક્તિએ હુમલો કર્યો.