મર્ડર@અમદાવાદ: પત્ની રિસાઈને પિયર જતી રહેતા શંકાશીલ પતિએ એક યુવકની હત્યા કરી

 યુવકને છરીના ઘા ઝીકીને હત્યા કરી દીધી.
 
મર્ડર@અમદાવાદ: પત્ની રિસાઈને પિયર જતી રહેતા શંકાશીલ પતિએ એક યુવકની હત્યા કરી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં મર્ડરના કિસ્સા ખુબજ વધી ગયા છે.લોકો નાની વાતમાં એક બીજા પર જીવલેણ હમલા કરે છે. અમદાવાદથી એક મર્ડરનો બનાવ સામે આવ્યો છે. રિવરફ્રન્ટ ઇસ્ટ પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. પોલીસ કસ્ટડીમાં ઝડપાયેલો આરોપી જેનું નામ રફીક શેખ છે. શંકાશીલ માનસિકતા ધરાવતા આ યુવકે પોતાની પત્નીના અન્ય યુવક સાથે અનૈતિક સંબધ હોવાની શંકા રાખીને આ યુવકને છરીના ઘા ઝીકીને હત્યા કરી દીધી.

ઘટનાની વાત કરીએ તો જમાલપુરમાં ફુલબજાર નજીક રહેતા મનોજ ચૌધરી મેદાનમાં બેઠો હતો. ત્યારે રફીક શેખએ તેની પત્ની સાથે પ્રેમ સંબંધ રાખવાના મુદ્દે તેની સાથે ઝઘડો કર્યો અને છરીના ઝીકીને હત્યા કરી દીધી. ઘટનાની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચીને હત્યાનો ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી. હત્યા કેસમાં પકડેલા આરોપી રફીક શેખના લગ્ન ચાર વર્ષ પહેલા જમાલપુરમાં રહેતી એક મહિલા સાથે થયા હતા.

તેઓને 2 સંતાન છે. દોઢ માસ પહેલા રફીકએ શકાશીલ સ્વભાવના કારણે પત્નીના ચારિત્ર્ય પર શંકા કરીને ઝઘડો કર્યો હતો. જેથી પતિની માનસિકતાથી કંટાળીને નજોબેન પિયર આવી ગયા હતા. પત્નીનું મૃતક મનોજ ચૌધરી સાથે આડા સંબધ હોવાની શંકા હતી.

જેથી આરોપીએ મૃતક સાથે ઝઘડો કરીને છરીથી હુમલો કરી હત્યા કરી દીધી હતી. રિવરફ્રન્ટ ઇસ્ટ પોલીસે આરોપી રફીક શેખની ધરપકડ કરીને વધુ પૂછપરછ શરૂ કરી છે. GCS મેડિકલ કોલેજ, હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર દ્વારા સ્વચ્છતા એ જ સેવા અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધરાયું, જુઓ PHOTO અનૈતિક સંબધની શંકામાં હત્યા કેસમાં પકડાયેલ આરોપી રફીક મજુરી કામ કરે છે. અગાઉ પણ તેને અન્ય પુરુષ સાથે પત્નીના આડા સંબધ હોવાની શકા રાખીને ઝઘડો કર્યો હતો.

ત્યારી ફરી મૃતક સાથે સબંધને લઈને ચારિત્ર્ય પર શકા રાખી. આરોપી માનસિક રીતે શંકાશીલ સ્વભાવનો હોવાનું તપાસમાં સામે આવ્યું. પોલીસે આરોપીના મેડિકલ તપાસ કરાવીને કોર્ટમાં રજૂ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો