મર્ડર@અમદાવાદ: મિત્રના ઘરે ગરબા રમવા આવેલા યુવકની ત્રણ વ્યક્તિએ છરી મારી હત્યા કરી

 ત્રણ શખ્સોએ મૃતક અંકિત ઠાકોર સાથે ઝઘડો કર્યો 
 
 મર્ડર@અમદાવાદ: મિત્રના ઘરે ગરબા રમવા આવેલા યુવકની ત્રણ વ્યક્તિએ છરી મારી હત્યા કરી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

મિત્રના ઘરે ગરબા રમવા આવેલા યુવકની ત્રણ વ્યક્તિએ છરી મારી હત્યા કરી હતી. આ મામલે મૃતકના ભાઈની ફરિયાદના આધારે વટવા પોલીસે બોબી થાપા, અજય દીવાકર અને વિક્કી દીવાકર નામક યુવકોની ધરપકડ કરી છે. મૂળ અડાલજમાં રહેતા સંજય ઉર્ફે લાલો ઠાકોરે વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તેનો ભાઈ અને બે મિત્રો ઘોડાસરમાં તેમના સબંધીના ઘરે ગરબા રમવા આવ્યા હતા.

યશ બંગ્લોઝ નજીક સોમવારે ગરબા કરી રહ્યા હતા ત્યારે અમરાઈવાડીથી આવેલા ત્રણ શખ્સોએ મૃતક અંકિત ઠાકોર સાથે ઝઘડો કર્યો હતો કે અહીં પારિવારિક ગરબા ચાલે છે, તમે અહીં કેમ રમો છો? બાદમાં બોબી થાપાએ અંકિતને છરીના ઘા ઝીંકી દીધા હતા. હો હા થતા લોકો ભેગા થઇ જતા ત્રણેય ભાગી ગયા હતા. અંકિત ઠાકોરને પહેલાં નજીકની હોસ્પિટલમાં અને બાદમાં એલ.જી હોસ્પિટલમાં લઇ જવાયો હતો. જોકે, તે મૃત જાહેર થયો હતો. અંકિતના મોટા ભાઈએ વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બોબી થાપા, અજય દીવાકર તથા વિક્કી દીવાકરની હત્યાના ગુનામાં ધરપકડ કરી હતી.