મર્ડર@અમદાવાદ: ચોરીનો આરોપ લાગવી 2 મિત્રોએ યુવકને ઢોર માર મારી હત્યા કરી, જાણો વધુ વિગતે

હત્યાનો ગુનો નોંધીને ફરાર આરોપીઓની શોધખોળ
 
મર્ડર@અમદાવાદ: યુવકે અનૈતિક સંબંધોને લીધે વિધવા મહિલાને  દાતરડાના ઘા મારી મોતને ઘાટ ઉતારી 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અવાર નવાર મર્ડરના બનાવો સામે  આવતા હોય છે.  રાયપુર વિસ્તારમાં રહેતા યુવકે બે મિત્રોના મોબાઈલ ફોન ચોરી લીધા હોવાની શંકા રાખીને બંને મિત્રોએ યુવકને ઢોર માર મારતા સારવાર દરમિયાન યુવકનું મોત થયું હતું. આથી મૃતક રાહુલના પિતાએ શિવાય અને રીતેશ ઉર્ફે બાપુ સથવારા સામે ફરિયાદ નોંધાવતા કાગડાપીઠ પોલીસે બંને વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

રાયપુર દરવાજા પાસે રહેતા ૫૩ વર્ષીય સંજયભાઈ ઠાકોર નિવૃત્ત જીવન ગુજારે છે.

તેમનો ૩૦ વર્ષીય પરિણીત દીકરો પ્રહલાદનગર એક દુકાનમાં નોકરી કરે છે. 1 ફેબ્રુઆરીના રાત્રે રાહુલ નોકરીથી ઘરે આવ્યા બાદ તેના બે મિત્રો શિવાય અને રીતેશ સથવારા ઘરે આવ્યા તેમના મોબાઈલ ફોન ચોરી મારા દીકરાએ કરી લીધા છે તેવો આરોપ લગાવીને ઝઘડો કરવા લાગ્યા હતા. બાદમાં રાહુલને તેના બંને મિત્રો રાયપુર ચકલાએ બીજા દિવસે બોલાવ્યો અને ત્યાં આગાળ મારવા લાગ્યા હતા અને મારતા મારતા અમારા ઘરે લાવ્યા હતા. રાહુલે અમારા બંનેના મોબાઈલ ફોન ચોરી લીધા છે, પાછા આપતો નથી તેમ કહીને ઘર પાસે જ વધુ મારવા લાગ્યા હતા. બાદમાં શિવાય અને રીતેશ સથવારા બંને જતા રહ્યા હતા.

રાહુલને ઈજાઓ થયેલી હોવાથી સામાન્ય સારવાર આપીને ઘરે રાખ્યો હતો. પરંતુ તેની ઓફિસમાંથી સ્ટાફના લોકો મળવા માટે આવ્યા તે લોકોએ ઈજાના નિશાન જોઇને તેને સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા હતા. શરૂઆતમાં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો પરંતુ ત્યાં યોગ્ય સારવાર નહીં મળતા ભુલાભાઈ ચાર રસ્તા પાસે ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા પરંતુ ખાનગી હોસ્પિટલે સારવાર કરવાનો ઇનકાર કરી દીધો હતો. ત્યારબાદ પરિવાર રાહુલને લઈને એલ.જી હોસ્પિટલ લઇ ગયો હતો જ્યાં તેની સારવાર કરવામાં આવી હતી પરંતુ કમનસીબે 8 ફેબ્રુઆરીના રાત્રે રાહુલનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યુ હતું. આ અંગે ફરિયાદ નોંધાવતા કાગડાપીઠ પોલીસે શિવાય અને રીતેશ ઉર્ફે બાપુ સથવારા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને ફરાર આરોપીઓની શોધખોળ પોલીસે હાથ ધરી છે.