મર્ડર@અમદાવાદ: શાહપુરમાં મિર્ઝાપુર વિસ્તારમાં યુવકની જાહેરમાં હત્યા કરી દેતા ચકચાર મચી

ધંધાની સ્પર્ધામાં હત્યા

 
મર્ડર@અમદાવાદ: શાહપુરમાં મિર્ઝાપુર વિસ્તારમાં યુવકની જાહેરમાં હત્યા કરી દેતા ચકચાર મચી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અમદાવાદ શહેરમાં હત્યાનો વધુ એક બનાવ નોંધાયો છે. શાહપુરમાં મિર્ઝાપુર વિસ્તારમાં મોહંમદ બિલાલ નામના યુવકની જાહેરમાં હત્યા કરી દેતા ચકચાર મચી છે. CCTVના દ્રશ્યો માં હત્યાના લાઈવ દ્રશ્યો કેદ થયા છે. એક યુવક પર ઉપરા છાપરી છરીના 30 થી વધુ ઘા ઝીકીને કરપીણ હત્યા કરવામાં આવી.

ઘટનાની વાત કરીએ તો મિર્ઝાપુર વિસ્તારમાં રહેતા મોહમદ બિલાલ સવારે પોતાની શીટ કવરની દુકાન પર બેસવા આવ્યો હતો. ત્યારે સવારે 9.30 વાગે આ વિસ્તારમાં રહેતા મોહસીન ઉર્ફે અલકો, વસીમ ઉર્ફે ચોકો અને કરીમ ઉર્ફે પતંગ છરી લઈને બિલાલ પર હુમલો કરીને હત્યા કરી દીધી હતી. આ હત્યા બાદ ત્રણેય આરોપીઓ ફરાર થઇ ગયા હતા. આ આરોપીઓએ અગાઉ પણ બિલાલ અને તેના પરિવાર સાથે ઝઘડો કરીને હુમલો કર્યો હતો. ઘટનાથી પરિવારમાં માતમ છવાઈ ગયું છે.

દિન દહાડે થયેલી હત્યા બાદ શાહપુર પોલીસે મિર્ઝાપુરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. હત્યાની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં દહેશત ભર્યો માહોલ છે. પોલીસ તપાસમાં સામે આવ્યુ કે મૃતક બિલાલ અને આરોપીઓ શીટ કવરનો ધંધો કરતા હતા.તેઓની વચ્ચે ધધાકીય હરીફાઈ ચાલતી હતી.

આ હરીફાઈ અદાવતમાં ફેરવાઈ જતા અવાર નવાર બન્ને પક્ષ વચ્ચે ઝઘડો થતો હતો. અગાઉ પણ 3 જેટલી ફરિયાદ અને અનેક અરજીઓ કરવામાં આવી છે. આ ધધાકીય અદાવતના કારણે આ ત્રણેય શખ્સએ બિલાલ પર છરીથી હુમલો કરીને ઘાતકી હત્યા કરી દીધી. શાહપુર પોલીસે હત્યાનો ગુનો નોંધી 4 પોલીસની ટીમો બનાવીને આરોપીની શોધખોળ શરૂ કરી.

મિર્ઝાપુરમાં થયેલી હત્યા કેસમાં ધધાકીય અદાવત સિવાય અન્ય કોઈ કારણ છે કે નહીં તે મુદ્દે પોલીસે તપાસ શરૂ કરી. આ ઉપરાંત મૃતક અને આરોપીઓના ગુનાહિત ઇતિહાસ અને અગાઉની ફરિયાદને લઈને પોલીસે પરિવારના નિવેદન મેળવીને આરોપીની ધરપકડ ની કાર્યવાહી હાથ ધરી છે.