મર્ડર@અમદાવાદ: સાબરમતી રિવરફ્રન્ટ પર મિત્રોએ જ મિત્રની હત્યા કરી હોવાની શક્યતા

પિતાએ સ્મિતના મિત્રો પર શંકા વ્યક્ત કરી
 
મર્ડર@અમદાવાદ: સાબરમતી રિવરફ્રન્ટ પર  મિત્રોએ જ મિત્રની હત્યા કરી હોવાની શક્યતા 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર  હત્યાની ઘટના બની હોવાની માહિતી સામે આવી છે. મિત્રોએ જ મિત્રની હત્યા કરી હોવાની શક્યતા સેવાઈ રહી છે. મૃતક સ્મિતના પિતાએ સ્મિતના મિત્રો પર શંકા વ્યક્ત કરી છે. પોલીસે સમગ્ર ઘટના મામલે તપાસ શરુ કરી છે.મહત્વનું છે કે ચાંદલોડિયા વિસ્તારમાં રહેતા સ્મિત નામના યુવકની હત્યા કરાયેલી લાશ રિવરફ્રન્ટ વેસ્ટના વાડજ તરફના ભાગ પાસેથી મળી આવી હતી. વહેલી સવારે પોલીસ કંટ્રોલ રૂમમાં મેસેજ મળ્યો હતો કે રિવરફ્રન્ટના બાંકડા પાસે એક યુવકનો મૃતદેહ પડ્યો છે. ત્યાં જઈને તપાસ કરતાં ગોળી મારીને યુવકની હત્યા કરાયાનું સામે આવ્યું હતું.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે સ્મિત ચાંદલોડિયા વિસ્તારમાં રહે છે અને મોડી રાત્રે તેની હત્યા કરવામાં આવી હતી. હજુ સુધી કયા કારણોસર અને કોણે તેની હત્યા કરી છે તે સ્પષ્ટ થયું નથી. પોલીસે આ ઘટનામાં હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.