મર્ડર@અમદાવાદ: મહિલા સાથે આડા સંબંધ હોવાની શંકા રાખીને પતિએ, યુવકને મોતને ઘાટ ઉતાર્યો

 પતિ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
 
મર્ડર@અમદાવાદ: મહિલા સાથે આડા સંબંધ હોવાની શંકા રાખીને પતિએ, યુવકને મોતને ઘાટ ઉતાર્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ફુલ બજાર પાસે રિવરફ્રન્ટના મેદાનમાં રહેતો મનોજ ચૌધરી ગુરુવારે રાત્રે સૂતો હતો. ત્યારે  નાજોબેન અને તેનો પતિ રફીક બોલાચાલી કરતા હતા. તેવામાં રફીકે મનોજ સાથે ઝપાઝપી કરતા ત્યાં રહેતા રવિ ઉર્ફે ચોટીને નાજોબેને બોલાવ્યો હતો. રફીક ઘણા સમયથી તેની પત્ની સાથે મનોજને આડા સંબંધ હોવાની શંકા રાખતો હતો અને પત્ની સાથે ઝઘડા પણ કરતો હતો.

આ ઝઘડા દરમિયાન આરોપી રફીકે મનોજને કહ્યું કે, મારી પત્ની સાથે આડા સંબંધ છે, જેના લીધે અમારા વચ્ચે ઝઘડાઓ થયા છે આજે તને પૂરો કરી દેવો છે. બાદમાં રફીકે મનોજને છરાના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો.

રફીક હત્યાના ગુનાને અંજામ આપીને ફરાર થઇ ગયો ત્યાં નાજોબેને રવિને રૂ.100 આપીને દવા લેવા મોકલ્યો હતો ત્યારે ત્યાં 108 ઇમરજન્સીને જાણ કરતા ટીમ દ્વારા મનોજને મૃત જાહેર કરાયો હતો. આ અંગે રિવરફ્રન્ટ ઇસ્ટ પોલીસને જાણ કરાતા પોલીસે રફીક સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.