મર્ડર@અમદાવાદ: યુવકે અનૈતિક સંબંધોને લીધે વિધવા મહિલાને દાતરડાના ઘા મારી મોતને ઘાટ ઉતારી

પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
 
મર્ડર@અમદાવાદ: યુવકે અનૈતિક સંબંધોને લીધે વિધવા મહિલાને  દાતરડાના ઘા મારી મોતને ઘાટ ઉતારી 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં મર્ડરના કેસ ખુબજ વધી ગયા છે.કણભાના કુબડથલ ગામમાં વિધવા સાથે સંબંધ રાખનાર અમદાવાદના યુવકે વિધવાને અન્ય સાથે પણ સંબંધ હોવાનો શંકા રાખી તેને દાતરડાના ઘા મારી મોતને ઘાટ ઉતારી હતી. આ બાબતે વિધવાના દીકરાની કેફિયતને આધારે દેરાણીએ કણભા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.કણભાના કુબડથલ ગામમાં 36 વર્ષીય સુશીલાબેન ઠાકોર પરિવાર સાથે રહે છે.

તેમની પાડોશમાં જેઠાણી હંસાબેન તેના બે બાળકો સાથે રહે છે. હંસાબેનના પતિ દશરથભાઈનું હાર્ટએટેકના કારણે 2021માં મોત થયું હતું. બાદમાં હંસાબેનને તેમના ઓળખીતા ચેતનસિંહ ઉર્ફે મહેન્દ્રસિંહ ઝાલા કે જે અમદાવાદનો રહેવાસી છે તેની સાથે સંબંધો બંધાયા હતા. ચેતનસિંહ અવારનવાર હંસાબેનના ઘરે આવતો જતો હતો.

ચાર દિવસથી ચેતનસિંહ હંસાના ઘરે રહેવા આવ્યો હતો. તા. 16મીની રાત્રે ચેતને હંસા પર શંકા રાખીને ઝઘડો કર્યો હતો અને બાદમાં ઘરમાંથી નીકળી ગયો હતો. રવિવારે સવારે ઘરે દીકરાઓ ઊંઘતા હતા તે સમયે ચેતનસિંહ આવ્યો હતો અને હંસાબેન સાથે ઝઘડો કરીને દાતરડાના ઘા મારીને હંસાબેનને મોતને ઘાટ ઉતારી દીધા હતા.

બાદમાં ચેતન ફરાર થઈ ગયો હતો. સવારે દીકરાઓ ઊઠીને જોયું તો માતા હંસાબેનનો મૃતદેહ લોહીલુહાણ હાલતમાં હતો. દીકરાઓએ પાડોશમાં રહેતા સુશીલાબેનને આ બાબતની જાણ કરી હતી. સુશીલાબેને આ મામલે કણભા પોલીસ સ્ટેશનમાં ચેતનસિંહ ઉર્ફે મહેન્દ્રસિંહ ઝાલા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાનો ગુનો નોંધી ચેતનસિંહની શોધખોળ હાથ ધરી છે.