મર્ડર@ભાવનગર: ધંધાકીય લેવડ દેવડમાં કર્મચારીની જાહેરમાં હત્યા, જાણો સમગ્ર ઘટના એકજ ક્લિકે

 ફરજ પરના તબીબે તેમને તપાસી મૃત જાહેર કર્યા 
 
મર્ડર@દેશ: 13 વર્ષના છોકરાએ કથિત રીતે તેની માતાની નિર્દયતાથી હત્યા કરી નાખી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ભાવનગરના શેલારશા ચોક નજીક ભાવનગર મહાનગરપાલિકાના કર્મચારી યુવકની તીક્ષ્‍ણ હથિયારના ઘા ઝીંકી સરાજાહેર હત્યા કરવામાં આવી. પોલીસ કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. હત્યાનાં આ બનાવ અંગે પ્રાપ્ત વિગત મુજબ ભાવનગરના શેલારશા ચોક પાસે આવેલ અમીપરાના નાકા પાસે ઇલ્યાસભાઈ હારુનભાઈ બેલીમ નામના વ્યક્તિ ઉપર તીક્ષ્‍ણ હથિયારો વડે હુમલો કરવામાં આવતા ઇજાગ્રસ્ત ઇલિયાસભાઈને સારવાર માટે  હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. 

હોસ્પિટલ ખસેડવામાં આવેલ જ્યાં ફરજ પરના તબીબે તેમને તપાસી મૃત જાહેર કર્યા હતા. આ બનાવની જાણ થતા પોલીસ કાફલો બનાવ સ્થળે તેમજ હોસ્પિટલ દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. મૃતક યુવાન મહાનગરપાલિકા કચેરીમાં એસ્ટેટ વિભાગમાં નોકરી કરતો હોવાનું જાણવા મળેલ છે.