મર્ડર@ભાવનગર: ખેતમજૂરનું દોરી વડે ગળું દબાવી હત્યા કરવામાં આવી, જાણો સમગ્ર ઘટના એકજ ક્લિકે

બનાવ અંગે ઉમરાળા પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં મર્ડરની ઘટનાઓ ખુબજ વધી ગઈ છે. ફરી એકવાર મર્ડરની ઘટના સામે આવી છે.રંઘોળા ગામે ખેતમજૂરની દોરી વડે ગળું દબાવી હત્યા.ભાવનગરના ઉમરાળા તાલુકાના રંઘોળા ગામે એક ખેતમજૂરનું દોરી વડે ગળું દબાવી હત્યા કરવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો છે. મજૂરના માસીના દીકરાની પહેલી પત્ની મજૂરી માટે વાડીમાં આવતાં વાંધો હોવાના કારણે અગાઉથી જ બોલાચાલી અને ધમકીઓ આપતો હતો. બાદમાં  બે અજાણ્યા શખ્સો સાથે મળી રાત્રિના સમયે પથ્થર અને લાકડીઓથી હુમલો કર્યા બાદ દોરી વડે ગળું દબાવી મજૂરને ગંભીર ઈજાઓ પહોંચતાં સારવાર દરમ્યાન હોસ્પિટલમાં તેમનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે ઉમરાળા પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઉમરાળા તાલુકાના રંઘોળા ગામે મયાભાઈ પેથાભાઈ કુવાડિયાની વાડીમાં રહેતા અને મૂળ પંચમહાલ જિલ્લાના રહેવાસી કૈલાશબેન ચીમનભાઈ નાયકે આ મામલે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ત્રણ મહિના પહેલા તેમના પતિ ચીમનભાઈએ વતનમાંથી મજૂરી કામ માટે કેટલાક લોકોને બોલાવ્યા હતા, જેમાં તેમના પતિના માસીના દીકરા દિલીપ લખમણભાઈ નાયકની પહેલી પત્ની સવિતા પણ આવી હતી. આ બાબત દિલીપને ન ગમતાં તેણે અનેકવાર તેમના પતિ સાથે બોલાચાલી કરી હતી અને ફોન પર પણ વારંવાર મારવાની ધમકી આપતો હતો.

ત્યારબાદ 6 માર્ચના રોજ બપોરે દિલીપ વાડી પર આવી તેમના પતિ ચીમનભાઈને અપશબ્દો બોલી રાત્રે આવીને મારી નાખવાની ધમકી આપી જતા રહ્યા હતા. ત્યારબાદ 7 માર્ચની મોડીરાત્રે કૈલાશબેન અને તેમના પતિ વાડીમાં એરંડા ખંખેરી રહ્યા હતા, ત્યારે દિલીપ અને બે અજાણ્યા લોકોએ અચાનક આવી પથ્થરમારો શરૂ કર્યો હતો. પથ્થરમારો કરવાની ના પાડતા જતા આરોપીઓએ લાકડીઓ લઈને હુમલો કરવા દોડ્યા હતા, જેથી દંપતિ જીવ બચાવવા ભાગ્યા હતા.

કૈલાશબેન બાજુની બોરડીની વાડીમાં છુપાઈ ગયાં, જ્યારે આરોપીઓ તેમના પતિ ચીમનભાઈની પાછળ દોડ્યા હતા. સવારના સમયે વાડી માલિકના દીકરાએ ભુતીયા ગામની સીમમાં પડતર જગ્યામાં ચીમનભાઈને બેભાન હાલતમાં પડેલા જોયા હતા. બાદમાં 108 મારફતે તેમને સિહોર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં, જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.

ચીમનભાઈના માથાના ભાગે ગંભીર ઈજા તેમજ ગળાના ભાગે દોરી વડે દબાવવાના નિશાન મળી આવ્યા હતા. બનાવ અંગે ઉમરાળા પોલીસે દિલીપ લખમણભાઈ નાયક તથા અન્ય બે અજાણ્યા શખસ સામે BNS કલમ 103(1), 352, 351(3), 54 તથા જીપી એક્ટ 135 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.