મર્ડર@ભાવનગર: ચાર લોકોએ છરીના ઘા મારી યુવકની કરપીણ હત્યા કરી, રોડ પર લોહીનો રેલો ચાલ્યો

આ બનાવના પગલે 3 બાળકે પીતાની છત્રછાયા ગુમાવી છે.
 
મર્ડર@ભાવનગર: ચાર શખસે છરીના ઘા મારી યુવકની કરપીણ હત્યા કરી, રોડ પર લોહીનો રેલો ચાલ્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ભાવનગર શહેરમાંથી કરપીણ હત્યાનો બનાવ સામે આવ્યો છે. ભાવનગર શહેરના તરસમિયા ગામના રહેવાસી સુરેશભાઈ બુધાભાઈ ડાભીની મોડીરાતે ચાર શખસે છરીના ઘા મારી કરપીણ હત્યા કરી છે. પ્રાથમિક વિગતો અનુસાર, તરસમિયા ખારસી રોડ પર પીરની દરગાહ નજીક ચાર શખસ સુરેશભાઈ પર તીક્ષ્ણ હથિયારોથી તૂટી પડ્યા હતા. આ હુમલામાં સુરેશભાઈ લોહીલુહાણ હાલતમાં સ્થળ પર જ ઢળી પડ્યા હતા. તે દરમિયાનમાં ઇજાગ્રસ્ત સુરેશભાઈને ગંભીર હાલતે પ્રાઇવેટ વાહનમાં ભાવનગરની સર ટી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં મોડી રાત્રે સુરેશભાઈનું મોત નીપજ્યું હતું.

આ ઘટનાની જાણ થતા મૃતકના સગાઓ મોટી સંખ્યામાં હોસ્પિટલ દોડી આવ્યા હતા. આ બનાવની જાણ થતા ભરતનગર પોલીસ સ્ટેશનના પીઆઇ કુરેશી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળ પર દોડી ગયો હતો. હાલમાં આ બનાવ અંગે તપાસ હાથ ધરી ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, મૃતક સુરેશભાઈ ડાભીનો પરિવાર સુરત રહે છે અને સુરેશભાઈ ભાવનગર શહેરના તરસમિયા ખાતે આવેલ રામજીમંદિર પાસે તેની પત્ની, 1 દીકરી અને બે દીકરા સાથે રહેતા હતા. મૃતક સુરેશભાઈ ડાભી છેલ્લા ઘણા સમયથી ભાવનગરમાં રહે છે અને તરસમિયા ગામમાં રેડીમેન્ટ કાપડની દુકાનમાં મજૂરીકામ કરી ગુજરાન ચલવતા હતા. 3 જાન્યુઆરીની મોડીરાતે કોઈ અજણાયા શખસો દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યા છે. આ બનાવના પગલે 3 બાળકે પીતાની છત્રછાયા ગુમાવી છે.