મર્ડર@ભાવનગર: પ્રેમિકાએ જ પતાવી દીધો પોતાના પ્રેમીને, કયા કારણે આવું કર્યું
પોલીસ કાફલો ઘટના સ્તરે દોડી ગયો છે. 
                                          Jan 9, 2024, 20:50 IST
                                            
                                        
                                    
                                        
                                    અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં મર્ડરના બનાવો ખુબજ વધી ગયા છે. લોકો સામાન્ય બાબતના ઝગડામાં એક બીજાનો જાનથી મારી નાખે છે. ભાવનગર નજીક ભાલ પંથકમાં આવેલ નિરમા કંપનીના દરવાજા પાસે આજે બપોરે એક યુવાનની ઘાતકી હત્યા થતા પોલીસ કાફલો ઘટના સ્તરે દોડી ગયો છે. પોલીસ સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ આજે બપોરના સમયે ભાવનગર શહેર નજીક ભાલ પંથકમાં આવેલ નિરમા કંપનીના ગેટ પાસે આજે બપોરે એક યુવાનની હત્યા થઈ હતી. ખૂનનાં આ બનાવની જાણ થતા જ વેળાવદર- ભાલ પોલીસ સ્ટેશનના પોસ.ઇ. જે. એન. ગઢવી અને સ્ટાફ ઘટના સ્તરે દોડી ગયો છે અને તપાસ ચલાવી રહ્યો છે. પ્રાથમિક માહિતી મુજબ પ્રેમિકાએ જ પ્રેમી યુવાનની હત્યા કરી હોવાનું જાણવા મળેલ છે. પોલીસ તપાસ ચલાવી રહી છે.

