મર્ડર@બહેરામપુરા: સિગારેટ સળગાવવા માચીસ ન આપતા,યુવકને છરી મારી હત્યા કરાઈ

પોલીસે આ બનાવમાં બે વ્યક્તિની ધરપકડ કરી છે.
 
મર્ડર@બહેરામપુરા: સિગારેટ સળગાવવા માચીસ ન આપતા,યુવકની છરી મારી હત્યા કરાઈ 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં મર્ડરના બનાવો ખુબજ વધી ગયા છે.લોકો નાની-નાની વાતમાં એક બીજા પર જીવલેણ હમલો કરતા થયા છે.હાલમાં હૃદય કંપાવી ઉઠે એવી મર્ડરની ઘટના સામે આવી છે.વસંત-રજબ ક્વાર્ટર્સમાં રહેતા અને નરોડા ફ્રૂટ માર્કેટમાં મજૂરી કામ કરતા ૨૧ વર્ષીય વિશાલ નામના યુવકે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ ગઇ રાત્રે 10ના સુમારે તેના ભાઈ હિમાંશુ મકવાણા સાથે તેમની જ નજીકમાં રહેતા મહેન્દ્ર અને ધર્મેશ નામક બે યુવકે મારામારી કરી હતી.

આ પૈકીના ધર્મેશે હિમાંશુને પેટ, માથામાં છરી મારી દેતા સારવાર દરમિયાન હિમાંશુનું મોત થયું હતું. બંને આરોપીએ હિમાંશુ પાસે સિગારેટ સળગાવવા માચીસ માંગી હતી પરંતુ તે ન આપતા મહેન્દ્ર અને ધર્મેશે હિમાંશુ સાથે ઝઘડો કરી છરી મારી દીધી હતી.વિશાલ તેના મિત્રો સાથે ગઇ રાત્રે ફરવા ગયો હતો ત્યારે વિશાલને એક મિત્રે ફોન કરી જાણ કરી કે તેના ઘરની બહાર બે શખ્સો તેના ભાઈ હિમાંશુ સાથે મારામારી કરી રહ્યા છે. વિશાલે ઘરે જઈને બધાને છૂટા પાડવા કોશિશ કરી ત્યારે ધર્મેશ અને મહેન્દ્ર તેની સાથે પણ ઝઘડ્યા હતા. ધર્મેશે પોતાની પાસેની છરી બંને ભાઈને મારી હતી. આ દરમિયાન ધર્મેશે હિમાંશુને પેટ અને માથામાં છરીના ઘા ઝીંકી દેતા તે બેહોશ થઈ ફસડાઇ પડ્યો હતો. લોકો દોડી આવતા બંને આરોપી ભાગી છૂટ્યા હતા. બાદમાં બંને ઘાયલ ભાઈને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાં હિમાંશુનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. કાગડાપીઠ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી ધર્મેશ અને મહેન્દ્રને ઝડપી લીધા છે.