મર્ડર@બિહાર: પ્રેમ સંબંધના કારણે માતા-પિતાએ દિકરીની હત્યા કરી અને લાશને સળગાવી નાખી
પુરાવાનો નાશ કરવા લાશને સળગાવી નાખી હતી.
Jan 3, 2024, 19:23 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વધુ એક ઓનર કિલીંગની ઘટના બિહારમાં બની છે. માતા-પિતા દીકરીના લગ્ન કરાવવા માગતા હતા ત્યારે દીકરીના અન્ય વ્યકિત સાથે પ્રેમ સબંધ ચાલતો હોય મા-બાપે હેવાન બની સગી દિકરીને મારી નાખી હતી.
પુરાવાનો નાશ કરવા લાશને સળગાવી નાખી હતી.
પોલીસે જયારે તપાસ કરી ત્યારે આખો મામલો બહાર આવ્યો હતો. બાદમાં પોલીસે માતા-પિતાની ધરપકડ કરી હતી. આ મામલે પોલીસે જણાવ્યું હતું કે દીકરીના પ્રેમ સંબંધથી નારાજ માતા-પિતા દીકરીના લગ્ન કરી નાખવાની તૈયારી કરી રહ્યા હતા.
જયારે દીકરી પોતાના બોયફ્રેન્ડ સાથે લગ્ન કરવા માગતી હતી આથી નારાજ માતા-પિતાએ દીકરીની હત્યા કરી નાખી હતી. આટલું જ નહીં પુરાવાનો નાશ કરી નાખવા દીકરીના મૃતદેહને આનનકાનનમાં સળગાવી નાખ્યો હતો.