મર્ડર@બિહાર: પતિએ પત્ની અને 3 દીકરીઓનું ગળું કાપીને હત્યા કરી અને ફરાર

પત્ની અને ત્રણેય પુત્રીઓને નશાની ગોળી આપી
 
મર્ડર@બિહાર: પતિએ પત્ની અને 3 દીકરીઓની ગળું કાપીને હત્યા કરી અને ફરાર 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

 હાલમાં મર્ડરના ગુનાઓ ખુબજ વધી ગયા છે. લોકો સામાન્ય બાબતે ઝગડીને એકબીજાને જાનથી મારી નાખતા હોય છે.   બિહારના મોતિહારીમાં ગુરુવારે રાત્રે પતિએ પત્ની અને 3 દીકરીઓની ગળું કાપીને હત્યા કરી નાખી. હત્યા બાદ આરોપી પતિ ફરાર છે. જાણવા મળ્યું છે કે આરોપી પતિ ઇદુ મિયાનો તેની પત્ની આફ્રિના ખાતૂન (40) સાથે ઝઘડો થયો હતો. આ પછી તેણે તેની પત્ની અને ત્રણેય પુત્રીઓને નશાની ગોળી આપી, પછી બધાના ગળા કાપી નાખ્યા.

યુવતીઓની ઉંમર 8થી 15 વર્ષની વચ્ચે છે. મૃતકોમાં પત્ની આફ્રિના ખાતૂન (40), પુત્રીઓ અર્બુન (15), સબરૂન (10) અને સહજાદીન (8)નો સમાવેશ થાય છે. આરોપી ઇદુ મિયાના આ બીજા લગ્ન છે. તેને 5 દીકરીઓ છે.

પાડોશીના કહેવા પ્રમાણે, ઇદુ મિયાનો તેની પત્ની અને મોટી પુત્રી અર્બુન સાથે વિવાદ થયો હતો. મોટી દીકરી કોઈની સાથે વાત કરતા પકડાઈ ગઈ હતી. આ બાબતે દિવસ દરમિયાન તેમની વચ્ચે ઝઘડો થયો હતો. તે સનકી મગજનો છે. અગાઉ પણ તેણે તેની પુત્રી અને તેની પત્નીને ચાલતી ટ્રેનમાંથી ફેંકી દીધી હતી, જેમાં યુવતીનું મોત થયું હતું, આ કેસમાં તે જેલમાં હતો.

આ ઘટના પહાડપુરના બાવરિયા ગામમાં બની હતી. SDPO ઘટનાસ્થળે તપાસ કરી રહ્યા છે. ઘરની બહાર મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત છે. ડોગ સ્કવોડની ટીમ પણ આવી પહોંચી છે.

ઇદુ મિયાના આ બીજા લગ્ન હતા. તેને પ્રથમ પત્નીથી બે પુત્રો છે. જેઓ અલગ રહે છે. તેની બીજી પત્નીથી તેને પાંચ દીકરીઓ હતી. ગત રાત્રે તેણે ત્રણની હત્યા કરી હતી. એક પુત્રીને 4 વર્ષ પહેલા ટ્રેનમાંથી ફેંકીને યુપીના સીતાપુરમાં મારી નાખી હતી. તે કેસમાં આરોપી ઇદુ મિયા 6 મહિના જેલમાં રહ્યો હતો. જામીન મળ્યા બાદ જ્યારે તે ઘરે આવ્યો ત્યારે તેની પત્ની સાથે હંમેશા કોઈને કોઈ મુદ્દે ઝઘડો થતો હતો. ગઈકાલે રાત્રે પણ મારામારી થઈ હતી. જે બાદ આરોપીએ તેની પત્ની અને ત્રણ પુત્રીઓને નશાની ગોળી ખવડાવીને મારી નાખ્યા. એક દીકરી પરણેલી છે.

અરેજ એસડીઓપી રંજન કુમારે જણાવ્યું હતું કે એક વ્યક્તિએ તેની પત્ની અને ત્રણ પુત્રીઓની હત્યા કરી હતી. તપાસમાં જાણવા મળ્યું કે ઇદુ મિયાએ બધાની હત્યા કરી હતી. ચાર વર્ષ પહેલા ગામમાં સ્થાયી થયો હતો. પાંચ છોકરીઓ છે. એકનું ટ્રેનમાંથી ફેકી દેવાથી યુપીના સીતાપુરમાં મોત થઇ ગયું. ડોગ સ્કવોડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. આ બીજા લગ્ન છે. પ્રથમ પત્ની મૃત્યુ પામી છે. તેને બે પુત્રો છે.

એસપી કંતેશ મિશ્રાએ ફરાર ઈદુ મિયાના ઠેકાણા વિશે માહિતી આપનારને 15,000 રૂપિયાના ઈનામની જાહેરાત કરી છે.