મર્ડર@ગુજરાત: બાલાશિનોરની ICICI બેન્કના મેનેજર હત્યા,જાણો સમગ્ર ઘટના એકજ ક્લિકે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દુનિયામાં મર્ડરના કેસ ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી હૃદય કંપાવી ઉઠે એવો મર્ડરનો કિસ્સો સામે આવતોજ હોય છે.આરોપીઓ પોતાના સ્વાર્થ માટે માસુમ લોકોનો જીવ લઇ લે છે.જરાય ડર રાખ્યા વગર ભોળા લોકો સાથે બહુજ ખરાબ કરે છે.
ICICI બેન્કના મેનેજર વિશાલ પાટીલની હત્યા કરીને 1 કરોડ 17 લાખ રૂપિયાની લૂંટ કરવામાં આવી છે. વિશાલ પાટીલ પોતાની કારમાં એક કરોડ 17 લાખ રૂપિયા લઇને દાહોદ ICICI બેંકમાં જઈ રહ્યા હતા. આ દરમિયાન ઘટના બની છે. દાહોદ ખાતે આવેલી ICICI બેન્કમાં રૂપિયા જમા કરાવવા જઇ રહ્યા હતા. તેમની કાર રાતના 11 વાગ્યાની આસપાસ ગોદરની સીમમાં સળગેલી મળી હતી.
કારમાં મૂકેલી પેટી પણ ખાલી હાલતમાં જ મળી છે. તેમજ તેમના રિજનલ મેનેજરને જાણ થતા તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તો બીજી બાજુ વિશાલ પાટીલની લાશ પણ હવે મળી ગઇ છે. આ કેસમાં પોલીસે ઘટના સ્થળની મુલાકાત કરી સઘન તપાસ કરતા એક ઇસમ પર શંકા જતા તેની ધરપકડ કરી લીધી છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, લુણાવાડા સતરામપુર હાઇવે રોડ પર ગોદર ગામ પાસે એક કાર બળેલી હાલતમાં મળી હતી. મંગળવારે મોડી રાતે કારમાં આગ લાગી હોવાનું અનુમાન છે. આ કાર બાલાસિનોર ICICI બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા વિશાલ પાટીલની હતી. આ બળીને ખાખ થયેલી કારમાંથી એક લોખંડની પેટી પણ દેખાઇ હતી. આ સાથે બુધવારે મેનેજર વિશાલ પાટીલની હત્યા કરેલી હાલતમાં લાશ પણ મળી આવી છે. સ્થાનિર પોલીસે બોડી કબ્જે કરી વધુ તપાસ માટે કેટલીક ખૂટતી કડીઓ જોડવા સઘન તપાસ શરૂ કરી છે.
આ અંગેની જાણવા જોગ ફરિયાદ સંતરામપુરમાં થઇ હતી. આ લૂંટમાં બેંક મેનેજરનો પણ હત્યા કરાયેલો મૃતદેહ મળતા ચકચાર મચી ગઇ હતી.
સંતરામપુરથી કડાણા તરફ જવાના રસ્તા પર વિશાલ પાટીલનો મૃતદેહ મળી આવ્યો હતો. મોડી રાતે જ જિલ્લા પોલીસ વડા, ડી વાય એસ પી, સંતરામપુર પોલીસ,એલ સી બી, એસ ઓ જી સહિત પોલીસ અધિકારીઓની ટીમ ઘટના સ્થળે પહોંચી તાપસ હાથ ધરી છે. હાલ આ અંગે વિવિધ દિશાઓમાં તપાસ થઇ રહી છે.
1 કરોડ 17 લાખ રૂપિયાની લૂંટ થઈ હોવાની હાલ માહિતી મળી રહી છે. સમગ્ર બનાવ અંગે પોલીસ તપાસ કરી રહી છે. પોલીસે હાલ એક શંકાસ્પદની ધરપકડ કરી લીધી છે. હાલ પોલીસ તેની સઘન પૂછપરછ કરી રહી છે.