મર્ડર@ગુજરાત: કૌટુંબિક કાકાએ જ ભત્રીજાની હત્યા કરી, જાણો સમગ્ર ઘટના વિશે

ખાટલામાં સૂતા હતા ને કુહાડીના ઘા માર્યા
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

 રાજ્યમાંથી  મર્ડરની ઘટના સામે આવી છે. તાલાલાના રાતિધાર ગામમાં વહેલી સવારે એક યુવાનની હત્યા થતા ચકચાર મચી ગઈ છે. કૌટુંબિક કાકાએ જ ભત્રીજાની હત્યા કરી હોવાનો બનાવ બન્યો છે. ઘટનાની જાણ થતા જ તાલાલાથી પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.

મૃતકનું નામ 48 વર્ષીય પ્રવીણ બચુ સોલંકી છે. તેઓ પોતાના ઘરના ફળિયામાં ઓસરી પાસે ખાટલામાં સૂતા હતા. ત્યારે તેમના કૌટુંબિક કાકાએ જૂના વિવાદના મનદુઃખમાં કુહાડીના ઘા મારી હત્યા કરી નાખી હતી. આ અંગે મૃતકના ભાઈ રાજુ સોલંકીએ પોલીસને જાણ કરી હતી.

આ અંગે તાલાલાના ઈન્ચાર્જ PI જે કે મોરીએ જણાવ્યું કે, આજે હત્યાનો બનાવ બન્યો છે. યુવાનની હત્યા થઈ છે. જેથી પોલીસે મૃતદેહનું પીએમ કરાવી ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ વહેલી તકે કરવા માટે તપાસ શરૂ કરી છે. હત્યાનું સાચું કારણ જાણવા માટે પણ પોલીસ પ્રયાસ કરી રહી છે.