મર્ડર@અમદાવાદ: ધોળકામાં ચોરીની સાથે એક યુવકની હત્યા કરાઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી

પોલીસે ચોર સામે ચોરી અને હત્યાની કલમો હેઠળ ગુનો 
 
મર્ડર@અમદાવાદ: ધોળકામાં ચોરીની સાથે એક યુવકની હત્યા કરાઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં આત્મહત્યાના બનાવ ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી આત્મહત્યાની ઘટનાઓ સામે આવતી હોય છે. અમદાવાદ ગ્રામ્યના ધોળકામાં ચોરીની સાથે એક યુવકની હત્યા કરાઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. રાજકોટ જામકંડોરણા ખાતે રહેતા અને તાલુકા વિકાસ અધિકારીના બંધ ઘરમાં તસ્કરો ઘૂસ્યા હતા. ઘરની લાઇટ ચાલુ હોવાની પાડોશીએ જાણ કરતા તાલુકા વિકાસ અધિકારીએ તેમના ભાઇને ત્યાં મોકલ્યા હતા. તાલુકા વિકાસ અધિકારીના ભાઇ ત્યાં પહોંચતા જ બેડરૂમમાંથી બહાર નીકળીને એક શખ્સે છરીના ઘા મારી યુવકને લોહીલુહાણ કરી નાખ્યો હતો.

યુવકને ગંભીર ઇજાઓ થતાં હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં તેનું મોત નિપજતા ધોળકા પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ધોળકાની સુરભી સોસાયટીમાં રહેતા હરજીભાઇ ભાસ્કર રાજકોટ જામકંડોરણા ખાતે રહે છે અને તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવે છે. હરજીભાઇનો પુત્ર વડોદરા જિલ્લામાં તલાટી છે. હરજીભાઇનું ધોળકા ખાતેનું મકાન બંધ રહેતું હોવાથી ત્યાંનું કોઇ પણ કામકાજ તેમના ભાઇ કિશનભાઇ સંભાળતા હતા. ગત તા.6ના રોજ રાત્રે પાડોશીએ હરજીભાઇને ફોન કરીને ઘરની લાઇટ ચાલુ હોવાની જાણ કરી હતી. જેથી કિશનભાઇ તેમના પુત્ર સાથે પહોંચ્યા અને ઘરમાં તપાસ કરતા ઘરનો દરવાજો ખુલ્લો હતો. જેથી ઘરમાં કોણ છે તેવી બૂમો પાડતા એક શખ્સ ઘરના રૂમમાંથી આવ્યો અને કિશનભાઇ તથા પાડોશી પુત્ર પાર્થ સાથે ઝપાઝપી કરવા લાગ્યો હતો.

ઘરમાં ઘૂસેલા શખ્સે કિશનભાઇને છરીના ઘા મારીને ધક્કો મારીને સોસાયટીમાં થઇને પાછળના રસ્તેથી ભાગી ગયો હતો. કિશનભાઇને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. કિશનભાઇને વધુ ઇજાઓ થતાં અમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. જે મામલે ધોળકા પોલીસને જાણ કરાતા પોલીસે ચોર સામે ચોરી અને હત્યાની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ આરંભી છે.