મર્ડર@મહિસાગર: લુણાવાડાના વિરણિયા ચોકડી પર આવેલા ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં હત્યાનો બનાવ સામે

 દવાખાને ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
 
ણાવાડાના વિરણિયા ચોકડી પર આવેલા ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે. મારામારીના કિસ્સામાં યુવાનનું મોત થયાની પ્રાથમિક માહિતી મળી છે.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

લુણાવાડાના વિરણિયા ચોકડી પર આવેલા ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે. મારામારીના કિસ્સામાં યુવાનનું મોત થયાની પ્રાથમિક માહિતી મળી છે. ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં મજૂર અને એક યુવાન સાથે મારામારી થઈ હતી. જેમાં સંજય ખાંટ નામમા યુવાનનું મોત થયું છે. પોલીસે મૃતદેહને પીએમ અર્થે લુણાવાડા સરકારી દવાખાને ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસે યુવાનની હત્યાના કેસમાં ત્રણ ઈસમો વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. કોન્ટ્રાક્ટર અને મજૂરો સાથે થયેલી મારામારીમા યુવાનની હત્યાને લઈને પોલીસે ગુનો નોંધી આરોપીઓને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે. તો લુણાવાડા ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ પણ ઘટનાની જાણ થતાં સરકારી હોસ્પિટલ પહોંચ્યા છે.