મર્ડર@જામનગર: યુવકને મોઢે ડુચો મારી, ગળુ દબાવીને મોતને ઘાટ ઉતાર્યો, જાણો સમગ્રઘટના એકજ ક્લિકે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
પ્રાપ્ત વિગત અનુસાર જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં આવેલ રાધે રેસ્ટોરન્ટમાં મોડી રાત્રી દરમ્યાન વિનિત પટેલ નામના 29 વર્ષના એક યુવકની હત્યા નિપજાવાઇ હતી.
આજે સવારે વેઇટરનો મૃતદેહ મળી આવતા સિટી સી ડિવિઝન પોલીસે પંચનામું કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ફોરેન્સીક વિભાગમાં મોકલી આપ્યો હતો.
પ્રાથમિક તપાસ દરમ્યાન પોલીસને મળેલ માહિતી મુજબ મૃતક યુવાન વિનિત પટેલ મુળ ખેડા જિલ્લાનો વતની હોવાનું અને જામનગરની રાધે રેસ્ટોરન્ટમાં વેઇટર તરીકે કામ કરતો હતો. રાત્રીના કોઇ પણ સમયે તેને મોઢે ડુચો મારી, ગળે ટુંપો આપીને મોતને ઘાટ ઉતારાયો હતો.
પોલીસે હત્યા કોણે કરી છે ? તેની તપાસ હાથ ધરી છે અને તપાસ માટે રાધે રેસ્ટોરન્ટમાં લાગેલ સીસી ટીવી કેમેરાના ફૂટેજ કબ્જે કરી તેની ચકાસણી હાથ ધરી છે. આ ઉપરાંત રેસ્ટોરન્ટના સંચાલક તથા અન્ય માણસોની પુછપરછ પણ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.