મર્ડર@હળવદ: બાઇકમાં થયેલ નુકસાનનાં પૈસા નહિ આપતા આધેડની હત્યા

સાળાને પથ્થરના ઘા ઝીકીને બનેવી અને તેના બે મિત્રોએ હત્યા 
 
મર્ડર@હળવદ: બાઇકમાં થયેલ નુકસાનનાં પૈસા નહિ આપતા આધેડની હત્યા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

માહિતી મુજબ હળવદના મેરૂપર ગામે યોગેશભાઈ હરજીવનભાઈ પટેલની વાડીએ રહીને મજુરી કરતા મૂળ એમપીના રહેવાસી દેવલાભાઈ નુરાભાઈ ચૌહાણની પથ્થરના ઘા ઝીકીને હત્યા કરવામાં આવી છે અને તેની હત્યા તેના જ બનેવી અને તેના મિત્રોએ કરી હોવાની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે હાલમાં મૃતકના દીકરા નાનકાભાઈ દેવલાભાઈ ચૌહાણએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ભીખલીયાભાઈ લગસિંહ કાંકરિયા, ચંદુભાઈ જુબાટીયાભાઈ, છીતુંભાઈ જુબાટીયાભાઈ સામે ફરિયાદ નોંધાવી છે.

જેમાં જણાવ્યુ છે કે, તેના પિતા દેવલાભાઈ ચૌહાણ અને તેના મામા વચ્ચે બાઇક અથડાવવા મુદ્દે માથાકૂટ થઈ હતી. અને વધુમાં જણાવ્યુ છે કે, ફરિયાદીનું બાઇક આરોપી છીતુંભાઈ સાથે ભટકાયુ હતું. જેથી કરીને છીતુંભાઈએ બાઇકની નુક્શાનીના 500 રૂપિયા ફરિયાદી પાસે માંગતા હતા અને ફરિયાદીએ પૈસા નહિ આપતા ફરિયાદીની ગેરહાજરીમાં આરોપીઓએ ઝઘડો કરીને ફરિયાદીના પિતાની હત્યા કરેલ છે આમ બનેવી અને તેના બે મિત્રો દ્વારા સાળાની હત્યા કરવામાં આવી છે ત્યારે આરોપી પોલીસની હાથવેંતમાં હોવાનું સામે આવ્યું છે.