મર્ડર@પંચમહાલ: પ્રેમીએ ગળું દબાવી પ્રેમિકાને મોતને ઘાટ ઉતારી, સમગ્ર ઘટના જાણો
32 વર્ષીય પરિણીતાએ પોતાના પતિને છોડી પ્રેમી સાથે રહેવા જીદ પકડી હતી.
Mar 29, 2025, 08:14 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં મર્ડરની ઘટનાઓ ખુબજ વધી ગઈ છે. પંચમહાલ જિલ્લામાંથી મર્ડરની ઘટના સામે આવી છે. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ડુમેલાવ ગામના જંગલમાં આવેલી ખેત તલાવડીમાંથી બે દિવસ પહેલાં કુડલા ગામના રંજન પટેલનો મૃતદેહ મળ્યો હતો.
પોલીસ તપાસમાં ખુલાસો થયો કે, આ હત્યા માતરીયા ગામના ભુવા દિલીપ ડામોરે કરી હતી. 32 વર્ષીય પરિણીતાએ પોતાના પતિને છોડી પ્રેમી સાથે રહેવા જીદ પકડી હતી.
જેથી સાથે રહેવા ન માંગતા પ્રેમીએ બાધાના બહાને જંગલમાં બોલાવી, ગળું દબાવી પ્રેમિકાને મોતને ઘાટ ઉતારી દીધી હતી.