મર્ડર@રાજકોટ: રક્તરંજિત રાત! એક જ રાતે 2 મર્ડર:પોલીસે નાકાબંધી કરી

ગોંડલમાં દુકાનમાં વેપારીની હત્યા
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજકોટ શહેર અને જિલ્લામાં એક જ રાતે હત્યાના બે અલગ-અલગ બનાવો સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

*1. ગોંડલમાં વેપારીની હત્યા*

ગોંડલના નાની બજાર વિસ્તારમાં ચુનારા શેરીમાં 'મહાવીર ટ્રેડર્સ' નામે તેલ-બેસનનો હોલસેલ વેપાર કરતા 61 વર્ષીય ભરતસિંહ ડાભીની તેમની જ દુકાનમાં હત્યા કરવામાં આવી છે. 8705

સામાન્ય રીતે રાત્રે 10 વાગ્યે બંધ થતી દુકાન રાત્રે 11:30 સુધી ખુલ્લી રહેતા પડોશીઓને શંકા ગઈ હતી. તપાસ કરતા તેઓ દુકાનમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. ઘટનાસ્થળેથી તેમનું બાઈક પણ ગુમ હોવાથી લૂંટના ઈરાદે હત્યા થઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

*2. થોરાળામાં યુવકનું મોત*

બીજી તરફ રાજકોટના નવા થોરાળા વિસ્તારમાં પાનના ગલ્લા પાસે થયેલી બોલાચાલી બાદ 20 વર્ષીય યુવક જયેશ ચાવડા પર હુમલો થયો હતો. 

ગંભીર રીતે ઘાયલ યુવકને હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

*પોલીસની કાર્યવાહી:*

બંને બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. FSL અને ડોગ સ્ક્વોડ દ્વારા પુરાવા એકત્ર કરવામાં આવ્યા છે. CCTV ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે અને જિલ્લાભરમાં નાકાબંધી કરવામાં આવી છે.હાલ બંને કેસમાં પોલીસે તપાસ તેજ કરી છે.