મર્ડર@રાજકોટ: પૈસાની લેતીદેતીમાં થયેલી માથાકૂટમાં યુવકની હત્યા કરાઈ
યુવકની હત્યા કરાઈ
Jun 21, 2024, 08:04 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હાલમાં મર્ડરના ગુનાઓ ખુબજ વધી ગયા છે. લોકો સામાન્ય બાબતે ઝગડીને એકબીજાને જાનથી મારી નાખતા હોય છે. હાલમાં રાજકોટથી હૃદય કંપાવી ઉઠે એવી ઘટના સામે આવી છે. જેમાં એક યુવકની બેરહમીપૂર્વક હત્યા કરવામાં આવી છે. રાજકોટમાં પૈસાની લેતીદેતીમાં થયેલી માથાકૂટમાં યુવકની હત્યા કરાઈ.
હાથ-પગ બાંધ્યા બાદ જ્વલનશીલ પ્રવાહી છાંટી મોતને ઘાટ ઉતારી યુવકની લાશ ફેંકી દેવાઈ. પોલીસે ખૂની ખેલ ખેલનાર 3 શકમંદોને સંકજામાં લઈ પૂછપરછ હાથ ધરી છે.