મર્ડર@રાજકોટ: માત્ર 200 રૂપિયાના વ્યાજની વસૂલાતમાં યુવકની હત્યા કરતાં ચકચાર

ગાંધીગ્રામ પોલીસે તપાસ શરૂ કરી છે.
 
મર્ડર@દેશ: 13 વર્ષના છોકરાએ કથિત રીતે તેની માતાની નિર્દયતાથી હત્યા કરી નાખી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજકોટમાં વ્યાજખોરોએ વધુ એક યુવકનો ભોગ લીધો હોવાની ઘટના સામે આવી છે. માત્ર 200 રૂપિયાના વ્યાજની વસૂલાતમાં યુવકની હત્યા કરતાં સમગ્ર શહેર ચકચાર મચી જવા પામી છે. ગાંધીગ્રામમાં મોડી રાત્રે આ ઘટના બની હોવાની માહિતી મળી છે. તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને માતા-પિતા સામે જ પુત્રની હત્યા કરવામાં આવી હતી. આ ઉપરાંત વ્યાજખોરોએ માતા-પિતા અને અન્ય પુત્રને પણ ઢોર માર માર્યો હતો.

સુરજ ઠાકરની હત્યા મુદ્દે ગાંધીગ્રામ પોલીસે તપાસ શરૂ કરી છે. તો બીજી તરફ સૂરજ ઠાકર નામના યુવકની હત્યાથી બ્રહ્મ સમાજમાં રોષ ફેલાયો છે. સામાજીક અગ્રણી અને પરિજનોની આરોપીઓ સામે કડક કાર્યવાહીની માગ કરી છે. પોલીસ તરફથી કડક કાર્યવાહીનું આશ્વાસન નહીં મળે ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વિકારવાની ચીમકી આપવામાં આવી છે. આરોપીઓ સામે કડક કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરાઈ છે.