મર્ડર@રાજકોટ: મિત્ર દ્વારા જ યુવકની હત્યા કરી મૃતદેહ એસિડમાં ઓગાળી નાખવામાં આવ્યો, જાણો વધુ વિગતે

પોલીસમાં તેના ગુમ થયાની ફરિયાદ નોંધાઈ 
 
મર્ડર@રાજકોટ: મિત્ર દ્વારા જ યુવકની  હત્યા કરી મૃતદેહ એસિડમાં ઓગાળી નાખવામાં  આવ્યો , જાણો વધુ વિગતે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં  મર્ડરની  ઘટનાઓ ખુબજ વધી  ગઈ છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી બનાવો સામે આવતા હોય છે.  કચ્છના એક પટેલ યુવાનની નૈરોબીમાં તેના મિત્ર દ્વારા જ હત્યા કરી મૃતદેહ એસિડમાં ઓગાળી નાખવામાં આવ્યાની ઘટના બની છે. કેન્યાના નૈરોબી શહેરમાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ વસે છે જ્યાં એક કમકમાટી ઉપજે તેવી ઘટના બની છે. નૈરોબીમાં કચ્છના એક યુવાનની તેના મિત્ર દ્વારા જ હત્યા કરવામાં આવી છે જે પોતે પણ મૂળ કચ્છી છે.યુવાનની હત્યા કર્યા પછી તેના મૃતદેહને એસિડમાં ઓગાળી નાખવામાં આવ્યો હતો જેથી તેના કોઈ પૂરાવા ન રહે.

આ બંને યુવાનો કચ્છના હોવાના કારણે પટેલ ચોવીસીના ગામોમાં ભારે ચકચાર મચી ગઈ છે.

મૂળ નારણપરના યુવાન જયેશ કુમાર કાનજીભાઈ પટેલની હત્યા મૂળ બળદિયા - ભુજના યુવાન કલ્યાણ વેકરિયાના હાથે થઈ છે. આ હત્યા માટે કલ્યાણે ત્રણ હબસી યુવાનોની પણ મદદ લીધી હતી. પોલીસે આ કેસ ઉકેલી નાખ્યા પછી તમામ આરોપીઓ ઝડપાઈ ગયા છે. હત્યાનું ચોક્કસ કારણ જાણવા નથી મળ્યું, પરંતુ પોલીસ માને છે કે કોઈ મહિલા સાથેના આડા સંબંધ અથવા જમીનના વિવાદમાં આ મર્ડર થયું હોઈ શકે છે.

14 ફેબ્રુઆરીએ સવારના 11 વાગ્યાની આસપાસ આ હત્યા થઈ છે. મૂળ નારણપરનો વતની જયેશ કાનજીભાઈ પટેલ લગભગ 20 વર્ષથી નૈરોબી વેસ્ટના કોડી નજીક રહેતો હતો. 14મીએ તે પોતાના પુત્રને સ્કૂલે મૂકીને પત્ની સાથે જતો હતો ત્યારે રહસ્યમય સંજોગોમાં ગૂમ થઈ ગયો. બીજા દિવસે પોલીસમાં તેના ગુમ થયાની ફરિયાદ નોંધાઈ હતી.

પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કરતા જોવા મળ્યું કે જયેશ પટેલ પોતાની પત્ની સાથે પગપાળા જતો હતો અને પછી સફેદ કારમાં બેસીને તેઓ મોમ્બાસાના માર્ગે જતા હતા. પોલીસે શંકાના આધારે મન્ગુટી મુલાન્ડી નામના એક સ્થાનિક હબસી યુવાનની ધરપકડ કરી છે. ત્યાર બાદ બીજા ત્રણ યુવાનોને પણ પકડવામાં આવ્યા છે જેઓ તમામ હબસી છે. કોર્ટે તેમને 21 દિવસના રિમાન્ડ પર લેવાનો આદેશ આપ્યો છે.

પોલીસે કોર્ટને જણાવ્યું કે કલ્યાણ વેકરિયા જયેશ પટેલને મળવા માટે પેટ્રોલ પંપ પર આવ્યો હતો. તેમની વચ્ચે એક પ્લોટના સોદાની વાત થઈ હતી. કલ્યાણ જયેશને સસ્તા ભાવે એક પ્લોટ અપાવવાની લાલચે એક જગ્યાએ લઈ ગયો હતો. ત્યાર બાદ ષડયંત્રના ભાગરૂપે તેના ત્રણ સાગરિતો આવ્યા હતા જેમણે જયેશને માથામાં લોખંડનો સળિયો મારીને ત્યાં જ હત્યા કરી નાખી હતી. ત્યાર પછી મૃતદેહનો નાશ કરવા માટે તેના કપડા ઉતારીને જલદ એસિડ ભરેલા ટેન્કમાં નાખીને ઓગાળી નાખ્યો હતો. આ રીતે ડેડ બોડીનો નાશ કર્યા પછી હત્યારા ત્યાંથી ભાગી ગયા હતા.

જોકે, આ સમયે ઘટના સ્થળે કેટલાક પૂરાવા રહી ગયા હતા જેની મદદથી પોલીસે મર્ડરનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસને ઘટનાસ્થળેથી તૂટેલા ચશ્મા, હાડકા અને એક બાઈક મળી આવી છે જેનો ઉપયોગ હત્યારા યુવાનોએ કર્યો હતો. આ ઉપરાંત હત્યા માટે ઉપયોગમાં લેવાયેલો લોખંડનો સળિયો પણ મળી આવ્યો છે.