મર્ડર@રાજકોટ: પુત્રએ માતાનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી, જાણો સમગ્ર બનાવ
એક હત્યાનો બનાવ સામે આવ્યો છે.
Aug 30, 2024, 08:43 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં મર્ડરના ગુનાઓ ખુબજ વધી ગયા છે. ત્યારે એક હૃદય કંપાવી ઉઠે એવી મર્ડરની ઘટના સામે આવી છે. રાજકોટ શહેરમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. શહેરના યુનિવર્સિટી રોડ પર RMC ક્વાર્ટરમાં રહેતા યુવાને પોતાની બીમાર માતાની સારવારથી કંટાળી માતાનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દિધી હતી.
એ બાદ પોતાના સોશિયલ મીડિયામાં સ્ટેટસમાં ‘કિલ ટુ માય મોમ, લોસ માય લાઇફ’ લખી માફી માગતી પોસ્ટ અપલોડ કરી હતી. માતાને મોતને ઘાટ ઉતારી હત્યારો પુત્ર સામેથી જ પોલીસ સમક્ષ હાજર થઈ ગયો હતો. પોલીસે હત્યારા પુત્રની ધરપકડ કરી મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.