મર્ડર@સુરત: 21 વર્ષીય યુવકની હત્યા મિત્રોએ જ કરી, જાણો સમગ્ર બનાવ

પોલીસે હત્યા કરનાર ત્રણ શખસોની ગણતરીના સમયમાં જ અટકાયત કરી
 
મર્ડર@સુરત: 21 વર્ષીય યુવકની હત્યા મિત્રોએ જ કરી, જાણો સમગ્ર બનાવ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં ફરી એકવાર હદય કંપાવી ઉઠે એવિ મર્ડરની ઘટના સામે આવી છે. 21 વર્ષીય યુવકની હત્યા મિત્રોએ જ કરી.સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા અમરોલી ચેકપોસ્ટ નજીક એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મિત્રોએ જ મિત્રની હત્યા કરી નાખી હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ યુવકની હત્યા બોથડ પદાર્થ મારીને કરવામાં આવી હતી. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. જોકે, ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને ત્રણ આરોપીની અટકાયત કરી છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, અમરોલી વિસ્તારમાં 21 વર્ષીય અલ્પેશ રાજપૂત પરિવાર સાથે રહેતો હતો. અલ્પેશને તેના મિત્રો સાથે અઠવાડિયા પહેલાં બોલાચાલી અને ઝઘડો થયો હતો. આ હત્યા પાછળનું કારણ અગાઉ થયેલો ઝઘડો હોવાનું માનવામાં આવી રહ્યું છે. ત્રણ મિત્રોએ મળીને પોતાના જ મિત્ર પર બોથડ વસ્થુ વળે હુમલો કર્યો હતો. જેના કારણે યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. હત્યાના ચોક્કસ કારણ અંગે કતારગામ પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.

ઘટનાની જાણ થતાં જ કતારગામ પોલીસ તાત્કાલિક અસરથી ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે મૃતદેહનો કબજો લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને આસપાસના લોકોની પૂછપરછ શરૂ કરી હતી. ઝડપી તપાસના અંતે પોલીસે હત્યા કરનાર ત્રણ શખસોની ગણતરીના સમયમાં જ અટકાયત કરી છે. હાલમાં ત્રણેય આરોપીઓની સઘન પૂછપરછ ચાલી રહી છે. જેથી હત્યા પાછળનો સાચો હેતું અને સમગ્ર ઘટનાક્રમ સ્પષ્ટ થઈ શકે.

મિત્રો દ્વારા જ મિત્રની હત્યાના આ બનાવથી કતારગામ વિસ્તારમાં શોક અને સનસનાટીનો માહોલ છે. કતારગામ પોલીસની પ્રાથમિક પૂછપરછમાં અઠવાડિયા પહેલાં થયેલી બોલાચાલી અને ઝઘડામાં આ હત્યા કરવામાં આવી હોવાની શક્યતાઓ હાલ સેવામાં આવી રહી છે. કતારગામ પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.