મર્ડર@સુરત: ડુંગળી કાપવાના મુદ્દે રૂમ પાર્ટનરની હત્યા હોવાનો મામલો સામે આવ્યો
હત્યારાની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરાઈ છે
Jan 5, 2024, 09:40 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સચિનમાં ડુંગળી કાપવાના મુદ્દે રૂમ પાર્ટનરની હત્યા હોવાનો મામલો સામે આવ્યો છે. અત્યંત સામાન્ય મામલામાં હત્યા જેવા ગંભીર ગુનાને અંજામ આપવાની ઘટનાએ પોલીસતંત્રને પણ ચોંકાવી દીધું છે. ઘટના સંદ્દર્ભે હત્યારાની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરાઈ છે.
સુરતના સચિન વિસ્તારમાં બે રૂમ પાર્ટનર સાથે જમવા બેઠા હતા. ભોજન લેતી ડુંગળી ખાવાની ઈચ્છા થતા ડુંગળી કાપવા એકબીજા સાથે જબરદસ્તી દરમિયાન તકરાર થઇ હતી. જમતી વખતે ડુંગળી કોણ કાપશે તે મામલે ઝઘડો થયો હતો. તકરારમાં બોથર્ડ પદાર્થ મારીને રૂમ પાર્ટનરને મોતને ઘાટ ઉતારાયો હતો.
હત્યા બાદ રાજુ ઉર્ફે રાજા ચૌહાણ નામનો વ્યક્તિ ફરાર થઇ ગયો હતો. આરોપીની સચિન પોલીસે ધરપકડ કરી છે. મહારાષ્ટ્રના જલગાવથી રાજુ ઉર્ફે રાજા ચૌહાણ ઝડપાયો ચેહ જે ગુનાને અંજામ આપી આપી નાસી છુટ્યો હતો.