મર્ડર@સુરતઃ લૂંટારાઓએ યુવતીના હાથ બાંધી માથા પર થેલી પહેરાવી હત્યા કરી

લાશને ધાબા પર સંતાડી લાખો રૂપિયાની મત્તા લઈને લૂંટારુઓ ફરાર થઈ ગયા હતા.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

સુરત જિલ્લાના માંડવીના ગોદાવાડી ગામે લૂંટ વિથ મર્ડરની ઘટના બની છે. ગોદાવાડી ગામે વાસુદેવ પટેલ અને એમના પત્ની બે દિવસથી ધાર્મિક યાત્રાએ ગયા હતા અને ઘરમાં યુવતી નિધિકુમારી એકલી હતી. ત્યારે ગઇકાલે રાત્રે લૂંટારાઓએ ઘરમાં ઘૂસી કાળી પટ્ટીથી યુવતીના હાથ બાંધી માથા પર પ્લાસ્ટિકની થેલી પહેરાવી ચાર્જિંગ કેબલના વાયરથી યુવતીનું ગળું દબાવી હત્યા કરી દીધી હતી. લાશને ધાબા પર સંતાડી લાખો રૂપિયાની મત્તા લઈને લૂંટારુઓ ફરાર થઈ ગયા હતા.

આરોપીઓએ પતરાના કબાટમાંથી સોનાની ચેઇન, વીંટી, બ્રેસલેટ, રોકડ રૂપિયા 35 હજાર, ચાંદીના સાકળા તેમજ યુવતીનો મોબાઇલ ફોન મળી કુલ રૂ. 2 લાખ 52 હજારની મત્તા લૂંટી લીધી હતી.

સુરત જિલ્લા SP રાજેશ ગઢિયાએ જણાવ્યું કે, યુવતીના માતા-પિતા ગઇકાલે રાત્રે સાડા ત્રણ વાગ્યે પરત આવ્યા હતા. ત્યારે ઘરમાં એમની દીકરી જોવા ન મળતા તેઓએ શોધખોળ શરૂ કરી હતી. તે દરમિયાન દીકરી મૃત હાલતમાં મળી હતી.