મર્ડર@સુરત: પતિએ પત્નીનું ગળું કાપીને પતાવી દીધી, જાણો સમગ્ર બનાવ

આ મામલે પોલીસે આરોપી પતિને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
 
મર્ડર@સુરત: સૂતેલી પત્નીનું પતિ દ્વારા ચપ્પુથી ગળું કાપી હત્યા કરવામાં આવી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં મર્ડરના ગુનાઓ ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી મર્ડરનાં ગુનાઓ સામે આવતા હોય છે.  સુરતમાં 48 કલાકની અંદર જ વધુ એક હત્યાની ઘટના ગોડાદરા વિસ્તારમાં સામે આવી છે. ગત મોડીરાત્રે સૂતેલી પત્નીનું પતિ દ્વારા ચપ્પુથી ગળું કાપી હત્યા કરવામાં આવી હતી. સાથે રૂમમાં સૂતેલી દીકરી ઊંઘમાંથી ઊઠી જતાં માતાનું ગળું કપાયેલું અને લોહીને જોઈને બૂમાબૂમ કરી હતી.

ત્યારબાદ પરિવાર દ્વારા મહિલાને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જોકે, સારવાર મળે તે પહેલાં જ મહિલાએ દમ તોડી દીધો હતો. હાલ આ મામલે પોલીસે આરોપી પતિને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, શુક્રવારની સવારે સરથાણા વિસ્તારમાં યુવકે પરિવારના ચાર સભ્યોનાં ગળાં કાપ્યાં હતાં, જેમાં તેની તેની પત્ની અને બાળકનું મોત નીપજ્યું હતું. જ્યારે તેનાં માતા-પિતા હાલ સારવાર હેઠળ છે.