મર્ડર@સુરત: પૈસા માટે યુવકને હથોડા મારી આરોપીએ હત્યા કરી, જાણો સમગ્ર ઘટના એકજ ક્લિકે

માથામાં હથોડી મારી પતાવી દીધો
 
મર્ડર@સુરત: પૈસા માટે મિત્રને હથોડા મારી આરોપીએ  હત્યા કરી, જાણો સમગ્ર ઘટના એકજ ક્લિકે  

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં મર્ડરના ગુનાઓ ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી મર્ડરના બનાવો સામે આવતા હોય છે.  સુરતમાં ગતરોજ પુણાગામ કોહિનૂર ટેક્સટાઈલ માર્કેટ- 2 સામે આવેલા કચરાના ઢગલાં પરથી કોથળામાંથી પુરૂષનો મૃતદેહ એક યુવકને મળ્યો હતો. યુવકે કોથળામાં મૃતદેહ જોતા તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. તેથી પોલીસ ઘટના સ્થળ પર આવીને તપાસ ચાલુ કરી હતી. જેમાં મૃતક યુવકના માથામાં અને આખા શરીરે ઇજાના નિશાન દેખાયા હતા. સમગ્ર મામલે તપાસનો ધમધમાટ ચાલુ કરતા હત્યારાઓને પોલીસે શોધી કાઢ્યા હતા. આરોપીની પુછપરછમાં જાણવા મળ્યું હતું કે, 1.55 લાખ રૂપિયા ઉછીના આપ્યા હતા. તેથી કારખાનામાં માથામાં હથોડીના ઘા મારીને પતાવી દીધો હતો અને કોથળામાં મૃતદેહ ભરીને ફેંકી આવ્યા હતા.


ગતરોજ બપોરે સાડા બારેક વાગ્યાના અરસામાં કચરો વીણતા યુવકને એક મીણિયો કોથળો દેખાયો હતો. જેની ઉપર લાલ કલરનું બ્લેન્કેટ ઢાંકવામાં આવ્યું હતું. જ્યાં આ કોથળો મૂકવામાં આવ્યો હતો. તેનાથી બે ફૂટ દૂર કચરો પણ સળગી રહ્યો હતો. જોકે આ કોથળો શંકાસ્પદ લાગી રહ્યો હોય તેથી યુવકે નજીક જઈ ચેક કરતાં અંદર પુરુષનો મૃતદેહ જોવા મળ્યો હતો. તેથી યુવકે ત્વરિત પોલીસને જાણ કરતાં પુણા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.


આ મામલે ક્રાઇમ બ્રાન્ચે 12 ટીમના 100 સભ્ય દ્વારા તસવીર લઈને તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં મૃતકની ઓળખ ઇમરાન ગુલાબભાઇ કુરેશી તરીકે થઈ હતી.આસપાસના વિવિધ કારખાના અને ટેક્સટાઇલ માર્કેટના લોકોને બતાવી મૃતદેહ ઓળખવા માટે પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો હતો, ત્યારે બાતમી આધારે રાજીવનગર ઝુપડપટ્ટી મંદીર પુણાથી 2 આરોપીને ઝડપી પાડયા હતા.


આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, જતિન ઉર્ફે જીત ગોર્ધનભાઇ ખોખરીયાએ જણાવ્યું કે, દોઢેક વર્ષ પહેલા પોતે બાબરા શહેરથી સુરત આવી આંજણા ફાર્મ ખાતે જયનારાયણ ઇન્ડસ્ટ્રીયલ એમબ્રોડરીનું કારખાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન પોતે પોતાના ગામના મિત્ર ઇમરાન કુરેશી પાસેથી 3.55 લાખ એક વર્ષમાં પરત કરવાની શરતે ઉછીના લીધા અને એમબ્રોડરીનો વેપાર શરૂ રહ્યો હતો.


એકાદ વર્ષનો સમય પુરો થતા જતીન ઇમરાન ગુલાબભાઇ કુરેશીને તેની રકમ ચુકવી શક્યો નહી. જેથી ચારેક મહિના પહેલા ઇમરાન આરોપી જતીન પાસે અવારનવાર પૈસા પરત આપવા ફોન કરી ગાળાગાળી કરી ધમકી આપતો હતો. અવારનવાર મારઝૂડ કરતો હતો. જેથી આરોપી જતીને તેને ત્રણેક મહીના અગાઉ ટુકડે ટુકડે 3.55 લાખ રૂપિયા ચૂકવી આપ્યા હતા. આ રકમની ચુકવણી બાદમાં આજથી આશરે વીસેક દિવસ અગાઉ ફરી ધંધા માટે રુપિયાની જરૂર પડતા જાતિને ઇમરાન કુરેશી પાસેથી 1.55 લાખ ઉછીના લીધા હતા.


રકમ 20 દિવસમાં પરત કરવાની હતી, પરંતુ 20 દિવસ પહેલા જ ઈમરાન કુરેશી અવારનવાર જતીનને ફોન કરી રકમ પરત માંગવા હેરાન કરવા લાગ્યો હતો. છેલ્લા પાંચેક દિવસથી રોજ કારખાને આવી ગમે તેમ ગાળો બોલી પૈસાની માંગણી કરતો હતો. જેથી આરોપીએ તેને મારી નાખવાનું નક્કી કરી 13મે ના રોજ સવારના સાડા આઠેક વાગે આરોપી જતીન પોતાના કારખાને આવતા જ ઇમરાન કુરેશી પણ કારખાને આવ્યો હતો.


ઈમરાન જતીનને કહેવા લાગ્યો હતો કે, આજે ગમે તે રીતે બાર વાગ્યા પહેલા પૈસા પરત જોઇએ છે. નહીં તો હું તારા મશીન અને તને મારી સાથે રાજકોટ લઇ જઇશ. જેથી બપોરે બારેક વાગે જતીને ઇમરાનના માથામાં હથોડીના ઘા મારી હત્યા કરી નાખી હતી. બાદમાં પણ તે જીવતો ન રહી જાય તે માટે તેના માથામાં અસંખ્ય હથોડાના ઘા માર્યા હતા. ત્યારપછી રાત્રીના સમયે ભાડાની કાર મંગાવી હતી. કારખાનામાં પડેલા ઇમરાન કુરેશીના મૃતદેહને પોતાના કારીગર જીતેન્દ્ર ગૌતમ સાથે મળી મીણીયા થેલા અને બ્લેન્કેટમાં બાંધી કારમાં મૃતદેહ નાખ્યો અને સારોલી રોડ પર આવેલા અયોધ્યા ટેક્સટાઇલ માર્કેટ નજીક રોડના કિનારે મૃતદેહ ફેંકી આવ્યા હતા. બંને આરોપીઓએ કબુલાત કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. બંને આરોપીઓએ કબુલાત કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.