મર્ડર@વડોદરા: 2 મિત્રોએ ભેગા મળીને યુવકને છરીના ઘા મારી હત્યા કરી, જાણો વિગતે

 બનાવ અંગે અકોટા પોલીસ દોડતી થઈ
 
મર્ડર@વડોદરા: 2 મિત્રોએ ભેગા મળીને યુવકને  છરીના ઘા  મારી હત્યા કરી, જાણો વિગતે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં મર્ડરના ગુનાઓ ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી મર્ડરના બનાવો સામે આવતા હોય છે.  વડોદરાની દિવાળીપુરા કોર્ટ સામે ગઇકાલે મોડી રાત્રે મિત્રએ જ મિત્રની હત્યા કરી નાખી છે. જેમાં યુવક તેના સગીર મિત્રને રોજ કહેતો હતો કે, તારી કોઈ ગર્લફ્રેન્ડ થતી નથી, હું તો સંબંધ બાંધીને આવ્યો છું, આવું રોજ કહ્યા કરતો હતો. જેથી સગીર ગુસ્સામાં આવીને તેના મિત્રને છરી મારી દીધી હતી. જેમાં 19 વર્ષના યુવકનું મોત થયું હતું. બનાવ અંગે અકોટા પોલીસ દોડતી થઈ અને બે સગીર આરોપીની ગણતરીના કલાકોમાં જ અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે.


વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલા અયોધ્યાનગરમાં રહેતા 19 વર્ષીય દિશાંત વિરેન્દ્રસિંહ રાજપુતને તેના બે સગીર મિત્રએ ફોન કરીને દિવાળીપુરા ગાર્ડન પાસે બોલાવ્યો હતો. જેથી દિશાંત અને તેનો મિત્ર રણજીત માળી ત્યાં પહોંચ્યા હતા. જેથી બે સગીરે કહ્યું હતું કે, બીજે ક્યાંક બેસવા જઈએ. તેમ કહેતા સગીરો સાથે દિશાંત અને રણજીત દિવાળીપુરા નવી કોર્ટ સામે આવેલા કીર્તિ પેલેસ સોસાયટી પાસે ગયા હતા. જ્યાં એક સગીરે રણજીત માળીનું ગળુ પકડી રાખ્યું હતું. જ્યારે બીજા સગીરે દિશાંત રાજપૂતને ચપ્પુના ઘા મારી દીધા હતા. જેથી દિશાંતનું ઘટના સ્થળે જ મોત થયું હતું.


ઘટનાની જાણ થતાં અકોટા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આ મામલે આગળની તપાસ શરૂ કરી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં જ બંને સગીરની અટકાયત કરી લીધી છે. બંને સગીર આરોપી ધો.12ની પરીક્ષા આપી હતી અને એક સગીર તો CAની પરીક્ષાની પણ તૈયારી કરતો હતો. તો મૃતક દિશાંત રાજપૂતે ધો.12 સુધીનો અભ્યાસ કરેલો છે. આ અંગે અકોટા પોલીસ સ્ટેશનના PI વાય.જી. મકવાણાએ જણાવ્યું હતું કે, યુવકની હત્યાના કેસમાં બંને સગીરની અટકાયત કરીને આગળની વધુ તપાસ શરૂ કરી છે.