મર્ડર@વડોદરા: પતિએ પત્નીને માથામાં કોસ મારી પતાવી દીધી, જાણો સમગ્ર ઘટના

પતિએ પત્નીને પતાવી દીધી.
 
મર્ડર@વડોદરા: પતિએ પત્નીને માથામાં કોસ મારી પતાવી દીધી, જાણો સમગ્ર ઘટના 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

હાલમા મર્ડરના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી મર્ડરના બનાવો સામે આવતા હોય છે. ફરી એકવાર મર્ડરનો બનાવ સામે આવ્યો છે. વડોદરાના જુના શિહોરામાં પતિએ પત્નીને માથામાં કોસ મારી પતાવી દીધી.

આ અંગે મૃતકના પિતા પાસેથી મળતી માહિતી મુજબ તેમને મકાનની અંદર જઇને જોયું તો તેમની દીકરી કિંજલ લોહીલુહાણ હાલતમાં પડી હતી અને તેનું માથુ છુંદાઇ ગયું હતું. જ્યારે આજુબાજુમાં લોહી પડેલું હતું અને તેની બાજુમાં એક લોખંડની કોસ પડેલી હતી.

સ્થાનિકોએ જણાવ્યું કે, પત્નીને મોતને ઘાટ ઉતારનાર પતિ બૂમો પાડીને કહેતો કે, તેણે પત્ની સાથે ઝગડો થતા તેણે તેની પત્નીને માથામાં કોસ મારતા તે મરી ગઇ છે. આ સમગ્ર ઘટના પોલીસ સ્ટેશન પહોંચતા પોલીસે આરોપી પતિની ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી છે.