મર્ડર@ગુજરાત: 3 શખ્સોએ ઢોરમાર મારી યુવકની હત્યા કરી, કયા કારણસર આવું કર્યું?

 પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
 
મર્ડર@દેશ: 13 વર્ષના છોકરાએ કથિત રીતે તેની માતાની નિર્દયતાથી હત્યા કરી નાખી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

જામકંડોરણાના બાલાપર ગામે મોબાઈલ લઈ દેવાનું કહેતા ત્રણ શખ્સોએ ઢોર માર મારી યુવકની હત્યા નીપજાવી હતી. જ્યારે તેને બચાવવા વચ્ચે પડેલા શ્રમિકને પણ ગંભીર ઇજાઓ થઈ હતી. સમગ્ર મામલે જામકંડોરણા પોલીસ મથક ખાતે ફરિયાદ દાખલ થવા પામી છે.

જેમાં રાજસ્થાનથી દોડી આવેલા મૃતકના પિતરાઈ સુરેન્દ્રસિંહ ચૌહાણે આરોપી પ્રેમસિંહ, તેના ભાઈ મુકેશસિંહ અને મહારાષ્ટ્રના વિઠ્ઠલભાઇ ઉર્ફે મામુ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરતા જણાવ્યું હતું કે, તા.

૧૨/૧/૨૦૨૪ ના રોજ સુરેન્દ્રસિંહને સવારના સાડા અગ્યારેક વાગ્યે જાણવા મળેલ કે, ગુજરાતમાં તેમના કાકાના દીકરા પ્રતાપસિંહ ચૌહાણનું એકસીડન્ટ થયેલ છે. જેથી સુરેન્દ્રસિંહે પ્રતાપસિંહ ચૌહાણના મોબાઇલ નંબરમાં ફોન કરતા કોઇએ ફોન ઉપાડેલ અને સુરેન્દ્રસિંહને જણાવેલ કે, પ્રતાપસિંહને કોઈએ માર મારવાના કારણે તેનું મૃત્યુ થઇ ગયેલ છે.જેથી સુરેન્દ્રસિંહ તથા પોતાના સગા સ્નેહીઓ સાથે રાજસ્થાનથી તાત્કાલીક જામકંડોરણા આવ્યા હતા. તે વખતે પ્રતાપસિંહની સાથે કામ કરતા મજુર રઘુુવીરભાઇ ઉર્ફે રઘુ ઉકાભાઇ વાધેલા એ સુરેન્દ્રસિંહને રુવાડા ઉભા કરી દેતી હકીકત જણાવી હતી.

જે અનુસાર કરેલ કે, રઘુ, પ્રતાપસિંહ તથા વિઠ્ઠલભાઇ ઉર્ફે મામુ (રહે. મહારાષ્ટ્ર) એમ ત્રણેય પ્રેમસિંહ સાથે છેલ્લા એક મહીનાથી મજુરીકામે આવેલ હતા. આ પ્રેમસિંહ તથા તેની પત્ની તથા મુકેશસિંહ એમ ત્રણેય સાથે રહેતા હતા અને મજુરીકામ કરતા હતા. તેમજ ભાવેશભાઇ રાઠોડ (રહે. જામનગર) છેલ્લા નવ દિવસથી મજુરીકામ માટે આવ્યો હતો ગઈ તા. ૧૧/૧/૨૦૨૪ ના રોજ રઘુ, પ્રતાપસિંહ અને પ્રેમસિંહ એમ ત્રણેય બપોરના એકાદ વાગ્યે બેઠા હતા. તે વખતે પ્રતાપસિંહે આ પ્રેમસિંહને કહેલ કે, મારે નવો મોબાઇલ ફોન લેવો છે. જેથી આ પ્રેમસિંહ પ્રતાપસિંહને નવો મોબાઇલ ફોન લઇ દેવાની ના પાડેલ. જેથી આ પ્રતાપસિંહ કહેલ કે, તે રઘુવીરને મોબાઇલ ફોન લઇ દીધેલ છે તો મને કેમ લઇ દેતો નથી. તે બાબતે બપોરના બોલાચાલી થયેલ હતી. તે પછી રાત્રીના બધા સાથે વાળુપાણી કરેલ અને આ ભાવેશભાઇ તથા વિઠ્ઠઠલભાઈ ઉર્ફે મામુ એમ બંને ઝુપડાથી થોડે દુર પાળા પાસે સુઇ ગયેલ હતા અને રઘુ, પ્રતાપસિંહ, પ્રેમસિંહ તથા મુકેશસિંહ એમ બધા ઝુંપડાએ સાડા આઠ નવેક વાગ્યે બેઠા હતા. તે વખતે ફરીથી પ્રતાપસિંહએ નવો મોબાઇલ ફોન લઇ દેવા બાબતે પ્રેમસિંહને કહેલ અને આ બાબતે બંનેને બોલાચાલી થયેલ અને પ્રેમસિંહ ઉભો થઈ ત્યાં લાકડાનો ધોકો હોય, જે લઇને આ પ્રતાપસિંહ બેઠો હતો તેને માથામાં મારેલ.

જેથી રઘુ તેને બચાવવા વચ્ચે પડતા તેને પણ વાસાના ભાગે મારેલ અને આ દરમ્યાન મુકેશસિંહ થોડે દુર પાળા પાસે વિઠ્ઠલભાઇ ઉર્ફે મામુ સુતો હોય, તેને જગાડી લઇ આવેલ, આ મુકેશસિંહ તથા વિઠ્ઠલભાઇ ઉર્ફે મામુ બંનેના હાથમાં કપ્રેશનના ડ્રીલ પાના હતા. જે ત્રણેય રઘુ તથા પ્રતાપસિંહને આડેધડ મારવા લાગેલ. તે પછી આ ત્રણેયએ બંનેના પગને ટ્રેકટરમાં કપ્રેશનના નીચેના ભાગે બાંધી ત્યાં ખેતરમાં ઢસડેલ. ઢસડી ખેતરના વચ્ચેના ભાગે સુવડાવી દીધેલ હતા અને રઘુ સવારમાં જાગી જતા પ્રતાપસિંહને જગાડેલ પરંતુ પ્રતાપસિંહ જાગેલ નહિ અને ગંભીર ઇજાઓને પગલે તેનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી હતી. આ માહિતીના આધારે સુરેન્દ્રસિંહે જામકંડોરણા પોલીસ મથક ખાતે ફરિયાદ દાખલ કરી હતી. આ ફરિયાદના આધારે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.