મર્ડર@ગુજરાત: પ્રેમિકાએ પ્રેમી સાથે મળી પૂર્વ પ્રેમીની હત્યા કરી, જાણો સમગ્ર બનાવ એકજ ક્લિકે

પ્રેમિકાને અન્ય સાથે પ્રેમ થતાં હત્યાનો પ્લાન ઘડ્યો
 
મર્ડર@ગુજરાત: પ્રેમિકાએ પ્રેમી સાથે મળી પૂર્વ પ્રેમીની હત્યા કરી, જાણો સમગ્ર બનાવ એકજ ક્લિકે  

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં મર્ડરના ગુનાઓ ખુબજ વધી ગયા છે. લોકો સામાન્ય બાબતે ઝગડીને એકબીજાને જાનથી મારી નાખતા હોય છે. શિવરાજપુર નજીક બામણકુવા-કાકલપુર રોડ ઉપરથી ગત 03 જુને પોલીસને એક નાળામાંથી અકસ્માત થયેલી હાલતમાં એક મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે યુવકની ઓળખ આધારે તપાસ હાથ ધરતા અનેક ખુલાસા થયા.

જે બાદ યુવક ફોન પર કોઈક સાથે વાત કરી ઘરેથી નીકળ્યા બાદ તેનો અકસ્માત થયો હોવાનું જાણવા મળતા પોલીસે કોલ ડિટેઈલ આધારે તપાસ હાથ ધરતા યુવક સગીરા સાથે વાત કરી ઘરેથી નીકળ્યો હોવાનું ખુલ્યું હતું. જે આધારે તપાસ હાથ ધરતા સગીરાએ પ્રેમી અને તેના મિત્રો સાથે મળી યુવકની નિર્મમ હત્યા કરાવી હોવાનો પર્દાફાશ થયો હતો. જેને આરોપીઓએ અકસ્માતમાં ફેરવી પોલીસને ગુમરાહ કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે એક થ્રિલર ફિલ્મને ટક્કર આપતી મર્ડર મિસ્ટ્રી કેસને પોલીસે પર્દાફાશ કરી તમામ આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

હાલોલ તાલુકાના નવાકુવા ગામે રહેતા અને પાવાગઢ માચી ખાતે પરચુરણ દુકાન ચલાવી ગુજરાન ચલાવતા વિષ્ણુભાઈ બારીઆના બે દીકરાઓ પૈકી નાના દીકરા 19 વર્ષના યુવક કીર્તન બારીઆને ઘોઘંબાના બાકરોલ ગામની સગીર યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. નવા કુવાના યુવક કીર્તન સાથે પ્રેમ સંબંધ હોવા છતાં બાકરોલની સગીરાને ઘોઘંબા તાલુકાના વાવ ગામના નિમેશ સુરેશભાઈ બારીયા નામના યુવક સાથે પ્રેમ થઈ ગયો હતો. જેથી યુવતીએ નવા પ્રેમી નિમેષ બારીઆને ફરિયાદ કરી હતી કે, કીર્તન બારીઆ તેને ફોન કરીને હેરાન કરે છે, અપશબ્દો બોલે છે. જેથી યુવતીનો નવો પ્રેમી નિમેષ બારીઆ ગુસ્સે ભરાયો હતો અને યુવતી સાથે મળી કીર્તન બારીઆનો કાંટો કાઢી નાખવા કાવતરું રચ્યું હતું.

જેમાં અન્ય ત્રણ મિત્રોને પણ સામેલ કર્યા હતા.હત્યાની રાત્રે યુવતીએ કીર્તનને ફોન કરી ઘરે બોલાવ્યો હતો. જેથી યુવક રાત્રે 10 વાગ્યે ફોન પર વાત કરી સગીરાના ઘરે જવા નીકળ્યો હતો. પ્લાન મુજબ યુવતીના ગામ બહાર કાચા રસ્તા ઉપર યુવતીનો નવો પ્રેમી નિમેષ બારીઆ અને તેના મિત્રો હથિયારો સાથે રોડની સાઈડમાં અંધારામાં છુપાઈને ઊભા રહ્યા હતા. જ્યાં કીર્તન મોટરસાયકલ લઈ પસાર થતાં જ નિમેશે કીર્તનને માથામાં દંડો મારી દેતા કીર્તન મોટરસાયકલ સાથે નીચે પડી ગયો હતો. ત્યાર બાદ ચેન કપ્પો, લાકડી, પાઇપો, જેવા હથિયારો લઇ ઝાબના કમલેશ બારીઆ, વાવના કમલેશ બારીઆ, અને ઝાબના સુમિત બારીઆ અને નિમેષ બારીઆ કીર્તન ઉપર તૂટી પડ્યા હતા.