મર્ડર@રાજકોટ: ફટાકડા ફોડવા બબાતે આગાઉ થયેલ ઝધડાનો ખાર રાખને 3 શખ્સોએ યુવાનને છરીના ધા ઝીંકી હત્યા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજકોટના ભાવનગર રોડ પર પાંજળાપોળ નજીક દિવાળીની સમી સાંજે ફટાકડા ફોડવા બબાતે આગાઉ થયેલ ઝધડાનો ખાર રાખને ત્રણ શખ્સોએ યુવાનને છરીના ધા ઝીંકી હત્યા કરી હતી જે મામલે રાજકોટ બી ડીવીઝન પોલીસે બનાવ અંગે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે
રાજકોટની સિલ્વર સોસાયટીમાં રહેતા જયદેવભાઇ અમરાભાઇ ઉર્ફે ધનરાજભાઇ રાજૈયાએ આરોપી શુભમ ઉર્ફે સુબો પ્રવીણભાઇ રીબડીયા, કરણ પ્રવીણભાઇ રીબડીયા અને કરણ મહેંદ્રભાઇ ઝીંઝુવાડીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે જયદેવભાઇના મામાના દીકરા કમલેશને તેની બાજુની શેરીમા રહેતા આરોપીઓ સાથે ફટાકડા ફોડવા બાબતે અગાઉ ઝગડો થયો હતો.
જે બનાવ બાબતે સાહેદ સંજયભાઇએ મૃતક સાગર તેનો મિત્ર આકાશ વાઘેલાને પાંજરાપોળ ભાવનગર રોડ ખાતે બોલાવ્યા હતા.
જેથી બન્ને સંજયભાઇના ઘર પાસે આવેલ ચોક પાસે આવતા ત્રણેય આરોપીઓ ત્યાં ધસી આવ્યા હતા અને સાગરને ગાળો આપીને તેની સાથે ઝગડો કર્યો હતો. આ ઝગડો ઉગ્ર થતાં ત્રણેય આરોપીઓએ સાગરને ઢીકા પાટુનો માર માર્યો હતો અને સાગરને પકડી રાખી આરોપી શુભમે તેના પેન્ટના નેફા માથી છરી કાઢી છરીનો એક ઘા સાગરના પેટના ડાબી બાજુ માર્યો હતો. જેને પગલે સાગરનું મોત નીપજયું હતું.જે મામલે રાજકોટ બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.