મર્ડર@રાજકોટ: પથ્થરની ખાણના માલીકની તેમના ભાગીદારે લાકડાના ધોકા વડે હત્યા કરી

સારવાર દરમિયાન મોત થતા
 
મર્ડર@રાજકોટ: પથ્થરની ખાણના માલીકની તેમના ભાગીદારે લાકડાના ધોકા વડે  હત્યા કરી 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અવાર-નવાર હત્યાના બનાવો  જોવા મળતાજ  હોય છે. રાજકોટમાંથી હત્યાનો બનાવ સામે આવ્યો છે. માંગરોળ તાલુકાના મીતી ગામે રહેતા અને દિવાસા ગામે પથ્થરની ખાણના માલીકની તેની જ ભાગીદારે લાકડાના ધોકા વડે જીવલેણ ઇજા પહોંચાડી હત્યા કર્યાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે.

આ બનાવની પ્રાપ્ત વિગત અનુસાર માંગરોળ દિવાસા ગામે પથ્થરની ખાણ ભાગીદારીમાં ચલાવતા લખમણભાઇ ઉર્ફે લખુભાઇ માલદેવભાઇ આડેદરા (ઉ.વ.47) ગત તા. રના રોજ રાત્રીના પથ્થર ખાણે હતા ત્યારે તેમના ભાગીદાર કેશુભાઇ અરશીભાઇ વદર રે.

જુનાગઢ ત્યાં આવેલ અને વાતચીત કર્યા બાદ રાત્રીના અઢી કલાક આસપાસ કેશુ વદરે લાકડાના ધોકા વડે મરણતોલ માર મારી હત્યાનો પ્રયાસ નાસી જતા બનાવ સ્થળે હાજર ખાણના મહેતાજી દ્વારા અભરામભાઇ મારફત જાણ થતા લખમણભાઇને બેભાન હાલતમાં ખાનગી દવાખાને જુનાગઢ ખસેડાતા સારવાર દરમિયાન મોત થતા આ બનાવમાં ખુનમાં પરિણમ્યો હતો.

આ બનાવ અંગે મરનાર લખમણભાઇ ઓડેદરાના ભત્રીજા નાગાભાઇ એભાભાઇ ઓડેદરાએ કેશુ અરશી વદર રે. જુનાગઢ સામે હત્યા કર્યાની માંગરોળના શીલ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

આ બનાવના કારણ મરનાર લખમણભાઇ અને કેશુ અરશીને છેલ્લા રપ વર્ષથી ખાણની ભાગીદાર હોય જે ભાગીદારીમાં મનદુખ: ઉભુ થતા લાકડાના ધોકા વડે ખુન કર્યાની ફરિયાદ નોંધાઇ છે. મરનાર લખમણભાઇ એક ભાઇ અને બહેનમાં મોટા હતા તેમનો હાર્દિક પુત્ર 14 વર્ષનો છે. તેઓ વર્ષોથી કેશુ વદર, માલદે તરખાલા અને
નારણ બાપા ચુડાસમા સાથે ભાગીદારીમાં ખાણનો વ્યવસાય કરે છે.

આ બનાવ અંગે પોલીસે ખુનનો ગુનો નોંધી વધુ તપાસ શીલ પી.એસ.આઇ. હરદેવસિંહ ચુડાસમા ચલાવી રહ્યા છે. મરનાર લખમણભાઇનું રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ફોરેન્સીક પી.એમ. કરાયું હતું.