મર્ડર@સુરત: 3 દિવસની અંદર 2 પોલીસ પુત્રોની હત્યા કરવામાં આવી
બે આરોપીઓની ધરપકડ કરાઈ છે.
Aug 17, 2024, 09:00 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં મર્ડરના ગુનાઓ ખુબ જ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી મર્ડરના ગુનાઓ સામે આવતા હોય છે. સુરત શહેરમાં 3 દિવસની અંદર 2 પોલીસ પુત્રોની હત્યા કરવામાં આવી છે.
સચિન જીઆઇડીસીમાં નિવૃત્ત પોલીસ એએસઆઈના પુત્રની હત્યા કરવામાં આવી હતી, જેમાં બે આરોપીઓની ધરપકડ કરાઈ છે. જ્યારે રાંદેર વિસ્તારમાં હેડ ક્વાટર્સમાં ફરજ બજાવતા એએસઆઈના પુત્રની રોંગ સાઈડ બાબતે થયેલા ઝઘડામાં હત્યા કરાઈ હતી.
જેમાં જુવેનાઈલ આરોપીની ધરપકડ કરાઈ છે. રાંદેરમાં જે યુવકની હત્યા કરાઈ છે, તે સરકારી નોકરીની પરીક્ષા માટે તૈયારીઓ કરી રહ્યો હતો.