મર્ડર@સુરત: 4 અજાણ્યા શખસોએ સિક્યુરિટી ગાર્ડની હત્યા કરી, સમગ્ર બનાવ જાણો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં મર્ડરના ગુનાઓ ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી મર્ડરના બનાવો સામે આવતા હોય છે. સુરતના હઝીરા ભાટપોર ગામમાં નાણાવટી વર્કશોપ પાછળ સિક્યુરિટી ગાર્ડની હત્યાની ઘટના સામે આવી છે. મરણાર રોહિતભાઈ ગીરી ઓએનજીસી કોલોનીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતા હતા.
મૃતક રોહિતભાઈ તેમની નોકરી પૂર્ણ કરી બાઈક પર ઘર તરફ જઈ રહ્યા હતા. આ સમયે તેઓ પર આકસ્મિક રીતે 4 શંકાસ્પદ વ્યક્તિએ હુમલો કર્યો હતો. હુમલામાં ચપ્પુથી ગળા અને પેટના ભાગે ઘાતક ઘા મારવામાં આવતા તેઓનું ઘટનાસ્થળે જ કરૂણ મોત થયું હતુ.
આ હત્યાના કારણ અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી. પોલીસે જાણકારી મેળવવા માટે તપાસ હાથ ધરી છે. ઘટનાની જાણ થતાં જ ઇચ્છાપોર પોલીસ સ્ટેશનના પી.આઈ. અને તેમની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. વધુમાં, પોલીસ દ્વારા શંકાસ્પદ વ્યક્તિઓના હુલિયા અને બીજા મહત્ત્વના પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે.
આ કેસની વધુ તપાસ ઇચ્છાપોર પોલીસ દ્રારા હાથ ધરવામાં આવી રહી છે અને હત્યારા ઝડપાય તેવી ધારણા છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાવ્યો છે. આ હત્યાની જાણકારી મેળવવા માટે સ્થાનિક લોકોએ કોઈપણ પ્રકારની માહિતી હોવા પર પોલીસને મદદ કરવા અપીલ કરવામાં આવી છે.