મર્ડર@વડોદરા: પતિએ લોખંડના તવાના ઘા મારી પત્નીની હત્યા કરી અને ફરાર

પત્નીની હત્યા કરી અને ફરાર 
 
મર્ડર@વડોદરા: પતિએ લોખંડના તવાના ઘા મારી પત્નીની હત્યા કરી અને ફરાર 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં મર્ડરના ગુનાઓ ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી મર્ડરના ગુનાઓ સામે આવતા હોય છે. વડોદરાની સોફિયા પાર્ક સોસાયટીમાં પતિએ લોખંડના તવાના ઘા મારી પત્નીની હત્યા કરી.

પતિના ત્રાસની ફરિયાદ મળતાં પિતા તેમની દીકરીને લેવા સાસરે જવા નીકળ્યા હતા, પરંતુ પિતાને રસ્તામાં જ દીકરી લોહીથી લથપથ મળી હતી. પત્નીની હત્યા કરી ફરાર આરોપીની પોલીસે શોધખોળ હાથ ધરી છે.