મર્ડર@સુરત: મહિલાના માથામાં બેટ મારી પ્રેમીએ મોતને ઘાટ ઉતારી

મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો
 
મર્ડર@સુરત: મહિલાના માથામાં બેટ મારી પ્રેમીએ મોતને ઘાત ઉતારી દીધી 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં મર્ડરના ગુનાઓ ખુબજ વધી ગયા છે. સુરતમાં પાંડેસરાની ભીડભંજન સોસાયટી નજીક ઈડબ્લ્યુએસ આવાસમાં મહિલાના માથામાં બેટ મારી પ્રેમીએ મોતને ઘાટ ઉતારી દીધી હતી. પાંડેસરા પોલીસે પ્રેમી વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રેમીને પ્રેમિકાના દિયર સાથે આડાસંબંધ હોવાની આશંકા હોવાથી આ હત્યા કરી હોવાની શક્યતા છે.


પાંડેસરા વિસ્તારમાં આવેલી ભીડભંજન સોસાયટી નજીક ઈડબ્લ્યુએસ આવાસમાં રહેતી શાંતા વાળા (નામ બદલ્યું છે)ના પતિનું ત્રણેક વર્ષ અગાઉ ટીબીની બીમારીથી મોત થયું હતું. જેથી ત્રણ સંતાન સાથે રહેતી ગૌરીને છેલ્લા કેટલાક સમયથી કમલ નામના યુવાન સાથે પ્રેમસંબંધ હતા.


દરમિયાનમાં ગત રોજ શાંતાને મળવા તેનો દિયર આવ્યો હતો. આ અરસામાં તેનો પ્રેમી કમલ આવ્યો હતો અને દિયર સાથે અનૈતિક સંબંધ હોવાની શંકા ગઈ હતી. જેથી શાંતા સાથે કમલે ઝઘડો કરી માથામાં બેટ મારી મોતને ઘાત ઉતારી હતી. ત્યારબાદ તે ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.


આ મામલે પાંડેસરા પોલીસને જાણ કરવામાં આવતા ઘટના સ્થળે દોડી ગયા હતા. ત્યારબાદ મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. આ સાથે જ પ્રેમી વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરીને તેની શોધખોળની દિશામાં વધુ તપાસ હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, વિધવાના ત્રણ સંતાનોએ હાલ આધાર ગુમાવી દીધો છે.