માન્યતાઃ દેવદિવાળીએ ગુજરાતના આ કુંડમાં ન્હાવાથી આસુરી શક્તિઓમાંથી મુક્તિ મળે છે
file photo
આ પર્વ પર મેશ્વો ડેમની તળેટીમાં આવેલા નાગધરા કુંડમાં સ્નાનનું વિશેષ મહત્વ છે. ત્યારે હજારો ભક્તો આ પૂર્ણિમા નિમિતે પિતૃઓના મોક્ષ માટે શામળાજીના દર્શને આવ્યા.

અટલ સમાચાર, ડેસ્ક

દેવ દિવાળીના પર્વ પર યાત્રાધામ શામળાજીમાં ખાસ બની જાય છે. અહીં આજે કાર્તિકી પૂર્ણિમાનો મેળો ભરાયો. આ પર્વ પર મેશ્વો ડેમની તળેટીમાં આવેલા નાગધરા કુંડમાં સ્નાનનું વિશેષ મહત્વ છે. ત્યારે હજારો ભક્તો આ પૂર્ણિમા નિમિતે પિતૃઓના મોક્ષ માટે શામળાજીના દર્શને આવ્યા. વહેલી સવારથી જ ભક્તો શામળિયાના દર્શને અને મેળાની મુલાકાત લેવા માટે ઉમટી પડ્યા. આજે ભગવાનને ખાસ શણગાર પણ કરવામાં આવ્યો.

રાજ્યમાં ભરાતા મેળાઓમાં સ્થાન ધરાવતો એવો યાત્રાધામ શામળાજી ખાતે ભરાતો કાર્તકી પૂર્ણિમાનો મેળો આજે ભરાયો છે. ખાસ કરીને આ મેળામાં મેશ્વો ડેમની તળેટીમાં આવેલા નાગધરા કુંડમાં સ્નાન વિશેષ મહત્વ હોય છે, ત્યારે હજારો ભક્તો આ પૂર્ણિમા નિમિત્તે પિતૃઓના મોક્ષ માટે શામળાજી દર્શને આવતા હોય છે. કાર્તકી પૂર્ણિમા નિમિત્તે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો ભગવાન શામળિયાના દર્શન માટે ઉમટી પડ્યા છે. મંદિર પરિસરમા આજે ભક્તોની મોટી લાઈન લાગી છે. 

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહીં ક્લિક કરો


આ પૂર્ણિમાએ નાગધરા કુંડમાં સ્નાન કરવાથી ભૂત પ્રેત અને વળગાડ જેવી આસુરી શક્તિઓમાંથી મુક્તિ મળતી હોવાની વર્ષો જૂની માન્યતા છે. જેથી આ દિવસે ભક્તો મોટી સંખ્યામાં શામળાજી આવે છે એન નાગધરા કુંડમાં આસ્થાની ડૂબકી લગાવે છે. આજે કારતકી પૂર્ણિમા અને દેવ દિવાળીનો પવન અવસર હોવાથી ભગવાન શામળાજીને વિશેષ સોનાના આભૂષણોથી શણગાર કરાયો છે. જે શામળિયાના દર્શન કરી હજારો ભક્તોએ ધન્ય બનવાની સાથે નાગધરા કુંડમાં પવિત્ર સ્નાન કરી પોતાની માનતાઓ પૂરી કરી રહ્યાં છે. લ્લેખનીય છે કે સાંજે સંધ્યા આરતી સમયે દેવ દિવાળી નિમિત્તે ભગવાન શામળિયા સન્મુખ મેરાયું પણ કરવામાં આવનાર છે. 

કાર્તકી પૂર્ણિમા પ્રસંગે યાત્રાધામ શામળાજી ખાતે આજે સવારથી જ હજારો ભક્તો ઉમટી પડ્યા છે. માત્ર ગુજરાત જ નહિ, રાજસ્થાન અને મધ્યપ્રદેશથી પણ ભક્તો દર્શને આવ્યા છે. દેવ દિવાળીએ ભગવાનના વિશેષ સોનાનો વેશ જોવાનો લ્હાવો ભક્તો ચૂકતા નથી. સનાતન ધર્મમાં દિવાળીનુ ખાસ મહત્વ રહેલું છે. આ વર્ષે 4 નવેમ્બરે દિવાળીનો તહેવાર હતો. આ પર્વ પાંચ દિવસનો હોય છે. દિવાળીના પંદર દિવસ પછી એટલે કાર્તિક પૂર્ણિમાના દિવસે દેવ દિવાળી મનાવવામાં આવે છે. વર્ષ 2021માં 18 નવેમ્બરે દેવ દિવાળી છે. જોકે, આ વખતે 18 અને 19 નવેમ્બર એમાં અડદો અડધો દિવસ દેવ દિવાળી છે. એવી માન્યતા છે કે, દેવ દિવાળીના દિવસે દેવી-દેવતા પૃથ્વી પર આવીને દિવાળી મનાવે છે.