કાર્યવાહી@ભરૂચ: રૂપિયા 25 લાખની લાંચના મામલામાં 5 લાખનો હપ્તો સ્વીકારતા નેત્રંગના RFO છટકામાં ઝડપાઇ ગયા

અતર્ગત અંદાજે 1.40 કરોડ રૂપિયાના કામનું બીલ 
 
કાર્યવાહી@ભરૂચ: રૂપિયા 25 લાખની લાંચના મામલામાં 5 લાખનો હપ્તો સ્વીકારતા નેત્રંગના RFO છટકામાં ઝડપાઇ ગયા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

નેત્રંગ તાલુકામાં લાંચ રુશવત વિરોધી શાખાએ બે અલગ -અલગચ્છત્કની ઘટનામાં ત્રણ લોકો સામે કાર્યવાહી હાથ ધરી છે. 2 નવેમ્બરે બુટલેગરને કેસમાં રાહત આપી માર ન મારનાર બે પોલીસકર્મીઓ સામે ગુનો નોંધાયો છે તો 3 નવેમ્બરે રૂપિયા 25 લાખની લાંચના મામલામાં 5 લાખનો હપ્તો સ્વીકારતા નેત્રંગના RFO છટકામાં ઝડપાઇ ગયા છે.

એસીબી ના સૂત્રો તરફથી પ્રાપ્ત સત્તાવારમાહિતી અનુસાર નર્સરી તેમજ કંન્ટ્રકશનનો ધંધો કરતા કોન્ટ્રાકટરે સરકારી કામના ઓનલાઇન ટેન્ડર ભરી કામ મેળવ્યા હતા. ટેન્ડરમાં જણાવેલ કંન્ટ્રકશનને લગતુ કામ પૂર્ણ કર્યું હતું. સને-૨૦૨૨ માં વનવિભાગનું ટેન્ડર ભરતા ટેન્ડર મંજુર થતા ભરૂચ ખાતેથી કામ ચાલુ કર્યું હતું. આ ટેન્ડરમાં નર્સરીનું કામ તેમજ અલગ-અલગ પ્રકારના સીવીલના કામ કરવાના હતા. આ તમામ કામ અતર્ગત અંદાજે 1.40 કરોડ રૂપિયાના કામનું બીલ ફરીયાદીએ આર.એફ.ઓ નેત્રંગ અને આર.એફ.ઓ. ભરૂચને આપેલ જે કામના બીલ પેટેના 1.21 કરોડ ફરીયાદીને ચેક પેમેન્ટથી મળેલ હતા.

બાકીના બીલ પેટે લેવાના થતા નાણા માટે આ કામના ફરીયાદીએ આરોપી સરફરાજ ઘાંચી આર.એફ.ઓ. નેત્રંગ તથા ઇન્ચાર્જ ભરૂચ નાઓને રૂબરૂમાં મળતા આ કામના ફરીયાદીને જણાવેલ કે તમારે જુના અને ચાલુ પેમેન્ટ પાસ કરાવવા હોય તો ઉચ્ચક રૂપિયા 25 લાખ આપવા પડશે. આ લાંચની રકમ મળે તો જ બીલ ઉપર સહી કરી આગળ મોકલવા કહ્યું હતું. ફરિયાદીએ 25 લાખ પૈકી આરોપી સરફરાજ ઘાંચીને 10 લાખ આપી દીધેલા અને બાકીના રૂપિયા 15 લાખ પાંચ-પાંચ લાખ કરી ત્રણ હપ્તે આપવાનું નક્કી કરાયું હતું. રૂપિયા 5 લાખની લાંચની રકમ ચૂકવવા અંગે ૦૩/૧૧/૨૦૨૩ ના રોજ લાંચના છટકાનું આયોજન કરતાં છટકા દરમ્યાન આ કામના આરોપીએ RFO ને રંગેહાથ ઝડપી પાડ્યા હતા.