નવું@બનાસકાંઠા: ઉચ્ચ ટેકનોલોજી સાથેનું ડેરી ફાર્મ, પશુપાલકે વિકસાવી અનેક સુવિધાઓ, જાણો રિપોર્ટ

બનાસકાંઠામાં પ્રગતિશીલ પશુપાલકે ઇઝરાયેલી ટેકનોલોજી ધરાવતું આધુનિક ડેરી ફાર્મ બનાવ્યું છે. 
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

આત્યારના જમાનામાં ટેકનોલોજી એટલી આગળ વધી ગઈ છે નવી-નવી શોધ કરતુજ જાય છે.લોકો જે ધારે એ કરીનેજ રહે છે.અત્યારના જમાનાના લોકો ખુબજ ટેલેન્ટેડ જોવા મળે છે.એ પોતાની બુદ્ધિથી કઈ ને કઈ એવું કરે છે જે ક્યારેય કોઈને વિચાર્યું પણ નથી હોતું .આવેમાં બનાસકાઠાની એક ઘટના સામે આવી છે,જેમાં પશુપાલકે ટેકનોલોજી નવીન ને મહત્વની અને લોકોને ઉપયોગી થાય એવી શોધ કરી છે.કિશોર તુવરે બનાસકાંઠામાં પ્રગતિશીલ પશુપાલકે ઇઝરાયેલી ટેકનોલોજી ધરાવતું આધુનિક ડેરી ફાર્મ બનાવ્યું છે. ધાનેરાના ફતેપુરામાં બનાવેલા આધુનિક ટેક્નોલોજી ધરાવતા ડેરી ફાર્મનું બનાસ ડેરીના ચેરમેન અને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતુંબનાસકાંઠા જિલ્લો ખેતી અને પશુપાલન આધારિત જિલ્લો છે, ત્યાં પશુપાલકો પશુપાલન ક્ષેત્રે સિદ્ધિઓ હાંસલ કરતા હોય છે.ધાનેરાના ફતેપુરામાં અધતન સુવિધા ધરાવતું ઇજરાયેલી ટેક્નોલોજીવાળું મોર્ડન ડેરી ફાર્મને ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. પ્રગતિશીલ પશુપાલક દ્વારા ગાયોનો તબેલો બનાવી ઇજરાયેલી ટેકનોલોજીથી સજ્જ ડેરી ફાર્મ થકી આધુનિક એનિમલ સેડ, હવા ઉજાસ વાળો શેડ, મિલ્કીંગ પાલર, બીએમસી રૂમ, પશુઓનું ટેગિંગ અને કોલર બેલ્ટ દ્વારા મોનિટરિંગ, પશુના આરામ માટે ઓગર કુલિંગ ફેન, રબરમેટ, એનિમલ ગૃમીંગ બ્રશ, સંપૂર્ણ મિક્સર મશીન, બાયોગેસ પ્લાન્ટ, બાયોગેસ ઈલેક્ટ્રિક જનરેટર, ઓર્ગેનિક ખાતર પેકિંગ પ્લાન્ટ, સોયલાપીટ, દાણ ગોડાઉન સુવિધા સભર ડેરી ફાર્મ વિકસાવવામાં આવ્યું છે.ફાર્મની અંદર એક આધુનિક ટેકનોલોજી ધરાવતો પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે. જેમાંથી વીજળીનું ઉત્પાદન કરવામાં આવે છે. તેથી આ ફાર્મનું મહિનાનું બિલ માત્ર 7000 જેટલું જ આવે છે. તે ઉપરાંત ગોબરગેસ પ્લાન્ટમાંથી સ્લેરી નીકળે છે, તેમાંથી આધુનિક પ્લાન્ટ દ્વારા ખાતર બનાવવામાં આવે છે. 45 દિવસની પ્રોસેસ બાદ કિસાન ગોલ્ડ પાવડર ફોમમાં ખાતર તેમજ ઉર્જા શક્તિ દાનેદાર ખાતર બનાવવામાં આવે છે.તે ઉપરાંત આ ફાર્મની અંદર ગાયોને બાંધવામાં નથી આવતી ગાયોને છુટ્ટી મૂકવામાં આવે છે. જેથી દૂધના પ્રોડક્શનમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. જોકે, હાલ પશુઓની સંખ્યા માત્ર 200 જેટલી છે. અગાઉના સમયમાં 200થી વધારી 500 પશુ બનાવવાનું લક્ષ્‍યાંક પશુપાલકે નક્કી કર્યું છે. દૈનિક દૂધની આવકની જો વાત કરવામાં આવે તો 1000 લીટર પ્રતિદિન આ ડેરી ફાર્મમાં ગાયો થકી દૂધ વિકસાવવામાં આવે છે અને સમગ્ર દૂધ બનાસ ડેરીમાં ભરાવી આજીવિકા મેળવવામાં આવે છે. જોકે, પ્રગતિશીલ પશુપાલક કમલેશ પટેલ અને સુરેશ પટેલ દ્વારા હાલ આ ડેરી ફાર્મનું સંચાલન કરવામાં આવી રહ્યું છે.હાલ આ ડેરી ફાર્મ વિકસાવવા પાછળનું કારણ ખેડૂતો રોજગારી મેળવતા થાય તેવું છે. જોકે ગોબરગેસ પ્લાન્ટ દ્વારા ઓર્ગેનિક ખાતરનું ઉત્પાદન કરી જમીનોને રાસાયણિક ખાતર મુક્ત બનાવવાનો પણ પ્રયાસ થઈ રહ્યો છે. ત્યારે આજે વિધાનસભા અધ્યક્ષ દ્વારા આ ડેરી ફાર્મ પશુપાલકો માટે ઉપયોગી સાબિત થશે અને અન્ય પશુપાલકો માટે પણ શીખ સમાન ડેરી ફાર્મને જોઈને નાના ડેરી ફાર્મ બનાવવા પણ આગ્રહ કરવામાં આવ્યો હતો. બનાસ ડેરીના ચેરમેન અને વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, પહેલા આધુનિક ડેરી ફાર્મ જોવા માટે પશુપાલકો અને ખેડૂતો ઇઝરાયેલ, ડેનમાર્ક અને નેધરલેન્ડ જેવા વિદેશોમાં જતા પરંતુ હવે વિદેશ જેવું મોર્ડન ફોર્મ બનાસકાંઠામાં બન્યું છે, તો હવે પશુપાલકો વિદેશની જગ્યાએ ધાનેરા ડીસા રોડ ઉપર આવેલ આ મોડર્ન ફાર્મની મુલાકાત લઈ અભ્યાસ કરશે.અધતન ટેકનોલોજીનો ઉપયોગ કરી ઇઝરાયેલની જેમ મોડર્ન ડેરી ફાર્મ વિકસાવવામાં આવ્યું છે. જેમાંથી વધુ દૂધ ઉત્પાદન મેળવી અને વધુ રોજગારીની તકો ઊભી કરવા આ અધતન સુવિધા સભર મોર્ડન ડેરી ફાર્મ અનેકપશુપાલકોમાટેશીખ અને પ્રગતિશીલ બનાવવા ઉપયોગી સાબિત થશે.