ધાર્મિક@ગુજરાત: ઇસ્કોન મંદિરમાં નૃસિંહ ચતુર્દશી ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી

 નરસિંહદેવ ભક્તોના રક્ષક તરીકે પૂજવામાં આવે છે.
 
ધાર્મિક@ગુજરાત: ઇસ્કોન મંદિરમાં નૃસિંહ ચતુર્દશી ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં કેટલાક ઉત્સવોની ઉજવણી કરવામાં આવતી હોય છે. આ ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવતી હોય છે.  ઇસ્કોન મંદિરમાં નૃસિંહ ચતુર્દશી ઉજવવામાં આવી હતી. ભગવાન વિષ્ણુએ, નરસિંહ અવતાર ધારણ કર્યો હતો તેમના ભક્ત પ્રહલાદ મહારાજની તેમના દાનવ પિતા હિરણ્યકશિપુથી રક્ષા કરવા માટે. એટલા માટે ભગવાન નરસિંહદેવ ભક્તોના રક્ષક તરીકે પૂજવામાં આવે છે.

મહોત્સવ ની શરૂઆત સવારે 04:30 કલાકે મંગલ આરતીથી થઇ, ત્યારબાદ ભગવાનની શૃંગાર દર્શન આરતી અને ગુરુ પૂજા કરવામાં આવી હતી. ત્યારબાદ 08:00 કલાકે ભગવાન નરસિંહદેવની લીલા પર કથા થઇ પછી મંદિર પ્રાંગણમાં સવારના 10 વાગ્યાથી રાત્રીના 10 વાગ્યા સુધી અખંડ હરે કૃષ્ણ મહામંત્રનું કીર્તન કરવામાં આવ્યું હતું. કારણકે, નરસિંહ ભગવાન સંધ્યા સમયે અવતાર ધારણ કર્યો હતો એટલે સાંજે 5.30 વાગે ભગવાન શ્રી શ્રી લક્ષ્મી નરસિંહનો ભવ્ય અભિષેક કરવામાં આવ્યો હતો.

ભગવાનને વિવિધ પ્રકારનાં ફળોના રસ, પંચગવ્ય વસ્તુઓ વગેરે સાથે અભિષેક થયો. પછી પુષ્પો દ્વારા અભિષેક થયો ત્યારબાદ અંદાજે 300થી વધુ પ્રકારના ભોગ ભગવાનને અર્પિત કરવામાં આવ્યા તથા મહાઆરતી કરવામાં આવી હતી. મંદિરના ભક્તો દ્વારા વિશેષ નૃસિંહ ભગવાનની લીલા પર નૃત્ય નાટિકા પ્રસ્તુત કરવામાં આવી હતી. કાર્યક્રમ બાદ તમામ ભક્તો માટે પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.