રિપોર્ટ@બોટાદ: નદીમાં ચાલતી ખનીજ ચોરી મામલે અધિકારીઓએ દરાડો પાડ્યો, 19 લાખનો મુદ્દામાલ સીઝ

 ભાગવા જતા લોડર પલટી મારી

 
રિપોર્ટ@બોટાદ: નદીમાં ચાલતી ખનીજ ચોરી મામલે અધિકારીઓએ દરોડો પાડ્યો, 19 લાખનો મુદ્દામાલ સીઝ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં ચોરીના બનાવો ખુબજ વધી ગયા છે. ખુલ્લે આમ ચોરીના ગુનાઓ વધી ગયા છે.  ગઢડા તાલુકાનાં રામપરા ગામે આવેલ ઘેલો નદીમાં ચાલતી ખનીજ ચોરી મામલે ખનીજ વિભાગના અધિકારીઓએ દરોડા પાડતાં ખનીજ ચોરી કરતા શખ્સોમા નાસભાગ મચી જવા પામી હતી. જ્યારે લોડર લઈને ભાગવા જતાં લોડર પલ્ટી ખાઈ ગયું હતું. જ્યારે ખનીજ વિભાગે 19 લાખનો મુદ્દામાલ સીઝ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

બોટાદ જિલ્લામાં વર્ષોથી બે ફામ ખનીજ ચોરી ચાલી રહી છે. ખનીજ વિભાગ દ્વારા દરોડાની કામગીરી પણ કરવામાં આવે છે, પરંતુ ખનીજ ચોરો બે ફામ છે અને સરકારના નાણા લૂટી રહ્યા છે. ત્યારે ગઢડા તાલુકાના રામપરા ગામે ખનીજ વિભાગ દ્વારા દરોડા પાડતા ખનીજ ચોરોમાં ફફડાટ ફેલાયો છે.

બોટાદ ખનીજ વિભાગના અધિકારીઓએ ગઢડા તાલુકાના રામપરા ગામે ઘેલો નદી ચાલતા ખનીજ ચોરી બાબતે દરોડા પાડ્યા હતા. તે દરમ્યાન ખનીજ ચોરી કરતા શખ્સોમાં નાસભાગ મચી ગઈ હતી. ત્યારે ભાગવા જતા લોડર પલટી ખાઈ ગયું હતું. જ્યારે ખનીજ ચોરી કરતા પોતાના વાહનો મૂકી ફરાર થઈ ગયા હતા.

ખનીજ વિભાગના અધિકારીઓ દ્વારા રામપરા ગામની ઘેલો નદીમાંથી એક લોડર, ત્રણ ટ્રેક્ટર, ત્રણ ચારણા મળી કુલ રૂપિયા 19 લાખનો મુદ્દામાલ સીઝ કરીને મુદ્દામાલ ગઢડા પોલીસ સ્ટેશન ખાતે મૂકવામાં આવ્યો હતો અને ખનીજ વિભાગે વધુ તપાસ હાથ ધરી હોવાનું બોટાદ ખનીજ વિભાગના અધિકારી જાલોંધરાએ જણાવ્યું હતું.